મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારે ૧૫ દિવસ રાહત પણ આપી દીધી છે.
બીજી બાજુ વિરોધ પક્ષમાં બેસેલી કોંગ્રેસે સરકારના આ નિયમ વિરુદ્ધ સમગ્ર દેશમાં જુદી-જુદી રીતે વિરોધ કરી પ્રદર્શન કરી રહી છે. અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “નવા ટ્રાફિક વ્હીકલ એક્ટ” નો વિરોધ નોંધાવવા જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર પહોંચી ચક્કાજામ કરી “ટ્રાફિક નિયમનો નવો કાયદો રદ કરો, પ્રજાને લૂંટવાનું બંધ કરો” અને “હાય રે ભાજપ હાય હાય” ના ભારે સૂત્રોચ્ચાર કરતા સતત વાહનોની અવર-જવર થી ધમધમતા ચાર રસ્તા પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. ટ્રાફિકજામના પગલે દોડી આવેલી મોડાસા ટાઉન પોલીસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને હટાવ્યા હતા. ૧૨ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી પોલીસસ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.