મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના રડોદારા ગામના અને જીલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ હિતેન્દ્રભાઇ. ડી. પટેલ છેલ્લા ૩.૫ વર્ષ થી સરદાર પટેલ કૃષિ સેવા સહકારી મંડળી,અમરાપુર (રડોદારા),નું રજીસ્ટ્રેશન કરાવવા કાર્યવાહી હાથધરી હતી વારંવાર દરખાસ્ત, જીલ્લા પંચાયતની સંલગ્ન સમિતિના આદેશ અને કરાયેલ અપીલ છતાં મંડળીનું રજીસ્ટ્રેશન કરવામાં નહિ આવતા ન્યાયની માંગ સાથે રજીસ્ટ્રેશન નહિ થાય તો ૨૬ મી સપ્ટેમ્બરના રોજ જીલ્લા સેવાસદન ખાતે આત્મ વિલોપનની થોડા દિવસ અગાઉ ચીમકી ઉચ્ચારતા જીલ્લા પોલીસે હિતેન્દ્ર પટેલની ઘરે થી ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુઆત કરતા જામીન લેવાનો ઇન્કાર કરી દેતા કોર્ટે સબજેલમાં મોકલી દેવા આદેશ કરતા સબજેલમાં ખસેડાયા હતા.

જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલને સબજેલમાં મોકલી આપવામાં આવતા અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દોડતી થઈ હતી અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, જીલ્લા પંચાયત સદશ્યો જશુભાઈ પટેલ, કીર્તિ પટેલ, રેવાભાઈ ભાંભી, માન્વેન્દ્રસિંગ સહીત કોંગ્રેસના અગ્રણીઓએ જીલ્લા કલેકટર  અમૃતેશ ઔરંગાબાદકર ને આવેદનપત્ર આપી સરદાર પટેલ કૃષિ સેવા સહકારી મંડળી,અમરાપુર (રડોદારા), નું રજીસ્ટ્રેશન કરવામાં આવેની માંગ સાથે કેટલાક હિતભાગી લોકોના દબાણ હેઠળ આવી જઈ મંડળીનું રજીસ્ટ્રેશન થવા નં દેતા હોવાની રજુઆત કરી હતી અને રજીસ્ટ્રેશન થાય તો કસ્ટડીમાં થી છોડાવી અને પ્રશ્નોનો ઉકેલ આવે તેમ છે તેવી રજુઆત કરી હતી.