મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં પ્રભારી મંત્રીના ઈશારે અમલદારો પ્રજાહિતના મંજૂર કરાયેલ કામો રાતોરાત બદલી માત્ર હિત ધરાવતા કામો જ યાદીમાં સામેલ કરવામાં આવતા હોવાનો અને વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે બાયડના ધારાસભ્ય જશું પટેલ બાયડના ધારાસભ્યએ જિલ્લા સેવા સદન ખાતે શર્ટ કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.અને ધારાસભ્ય દ્વારા યોજાયેલી રામધૂનમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણી કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.જીલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓ કોંગ્રેસના ધારાસભ્યો સામે અને તેમના મત વિસ્તારમાં વિકાસના કામોમાં મનસ્વી વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે મોડાસા ચાર રસ્તા ખાતે ધરણા યોજાતા અને વહીવટી તંત્ર અને ભાજપ સામે સુત્રોચાર કરતા ટાઉન પોલીસે કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી.

મોડાસા ચાર રસ્તા ખાતે કલેક્ટર અને વહીવટી તંત્રના મનસ્વી વર્તન સામે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણા કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થીય રહ્યા હતા ધરણા કાર્યક્રમની મંજૂરી લીધી ન હોવાથી કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની ટાઉન પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી કોંગ્રેસી અગ્રણીઓના જણાવ્યા અનુસાર જિલ્લાના પ્રભારી મંત્રી દ્વારા ધારાસભ્યો સહિત ચૂંટાયેલ સ્થાનિક પ્રતિનિધિઓએ મંજૂર કરેલ કામો રાતોરાત બદલી નાખવાનું ષડયંત્ર અધિકારીઓની મદદથી હાથ ધરાતું હોવાનો સનસનીખેજ આક્ષેપ  તંત્ર સમક્ષ કર્યો હતો.ધારાસભ્યોના અને કોંગ્રેસમાંથી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ જનપ્રતીનિધિઓના મત વિસ્તારમાં મંજૂર કરાયેલ આયોજન,એટીવીટી અને નાણાપંચ હેઠળના વિકાસ કામો પ્રભારી મંત્રી અને તેમના મળતીયા અધિકારીઓ દ્વારા ધારાસભ્ય કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિ ઓને વિશ્વાસમાં લીધા વીના બદલી નાખવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

બાયડના ધારાસભ્ય જશું ભાઈ પટેલે જીલ્લા કલેકટર કચેરી અને તંત્ર દ્વારા વિકાસના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે આયોજનના કામોમાં અધિકારી પૈસા લઈ કામો બદલી નાખતા હોવાનું વારંવાર કલેક્ટરને લેખિત અને મૌખિક જાણ કરી છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી આયોજન અધિકારીને ફોન કરતા તેમની પાસે ૨૦૦ કરોડની મિલકત હોવાનું અને પૈસાની કોઈ જરૂર ન હોવા છતાં ૧૦ ટકા લઉં છું અને જેન જે થાય એ કરી લે એમ જણાવ્યું હતું કલેકટર તપાસ કરે તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવા છતાં કલેકટર છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.