મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણુંક થયા બાદ છેલ્લા કેટલાય સમયથી જીલ્લા પ્રમુખ સહીત સંગઠન માળખાની નિમણુંકમાં ભારે વિલંબ પછી દિવાળી પર્વ પહેલા જીલ્લા પ્રમુખની નિમણુંક કરવામાં આવ્યા બાદ જીલ્લા કારોબારીની નિમણુંક કરવામાં પણ ભારે ગડમથલ થયા બાદ સમગ્ર રાજ્યમાં જીલ્લા સંગઠન માટે કારોબારીની વરણી કરવામાં આવી છે જેમાં અરવલ્લી જીલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલની નિમણુંક બાદ જીલ્લાના તમામ તાલુકા અને સમાજને સાથે રાખવાનો પ્રયત્ન સાથે ૭ મહિલાઓને વિશિષ્ઠ જવાબદારી સુપ્રત કરી છે જીલ્લા કારોબારીમાં ૮ ઉપ પ્રમુખ,ત્રણ મહામંત્રી, ૮ મંત્રી અને એક કોષાધ્યક્ષ પદ માટે નિયુક્તી કરવામાં આવી છે જીલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત થતા સંગઠનમાં સ્થાન મેળવનાર અને રહી ગયેલા કાર્યકર્તાઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.

અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલની નિમણુંક બાદ રવિવારે રાત્રે ભાજપ પ્રદેશ મોવળી મંડળે જીલ્લા સંગઠનમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે પટેલ શામળભાઇ મુલચંદભાઇ(જીતપુર-મોડાસા), મોડાસા નગર પાલિકાના પૂર્વ મેયર વનીતાબેન રાજાભાઇ પટેલ,સોલંકી ભુપતસિંહ ઉદેસિંહ, (બાયડ),ઝાલા કેસરીસિંહ છબસિંહ(બોડી,મોડાસા), નિનામા રાજુભાઈ લાલજીભાઇ(ભિલોડા),લાલસિંહ હિંમતસિંહ ચૌહાણ(મલાસા,ભિલોડા), શાહ ચંદ્રીકાબેન દિપકકુમાર(વાત્રક-બાયડ) અને દીપકભાઈ રમણભાઈ પટેલ(લક્ષ્મીપુરા-બાયડ)નો સમાવેશ થાય છે.

મહામંત્રી તરીકે ભીખાજી દુધાજી ડામોર-ઠાકોર((હીરાટીંબા-મેઘરજ),મહામંત્રી હસમુખભાઈ રામાભાઈ પટેલ(પાદર-માલપુર) અને પૂર્વ મોડાસા નગર પાલિકા પ્રમુખ મહામંત્રી શૈલેષભાઇ કોદરભાઇ ભોઈ (મોડાસા)નો સમાવેશ થાય છે.જ્યારે મંત્રીઓમાં રાઠોડ મુકેશસિંહ હમીરસિંહ ,પરમાર કમળાબેન દિનેશભાઇ,  પટેલ સંગીતાબેન કમલેશભાઇ,કલાસવા મમતાબેન પ્રદિપભાઇ, ખાંટ ઇન્દિરાબેન સાયબાભાઈ, જોષી શ્રદ્ધાબેન દુર્ગાશંકર, પરમાર રુમાલસિંહ મોહનસિંહ, પંચાલ મણીભાઇ રેવાભાઇ પટેલનો સમાવેશ થાય છે જ્યારે ખજાનચી તરીકે નિશાંત કુમાર કનુભાઇ પટેલની નિયુક્ત કરવામાં આવી હતી.