મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા વહીવટી કારણોસર તલાટી કમ મંત્રીની બદલીઓ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જિલ્લાના ૫૨ તલાટી કમ મંત્રીઓને એક ગ્રામપંચાયતમાંથી અન્ય ગ્રામ પંચાયતમાં બદલીઓ કરવામાં આવી હતી.       
આ અંગે જિલ્લા પંચાયતના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના તલાટી કમ મંત્રીઓની બદલીઓના આદેશ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લાના ૫૨ તલાટી કમ મંત્રીઓની બદલીના આદેશ કરી દેવામાં આવતાં જે ગ્રામ પંચાયતમાં હાલમાં જે પગારધોરણ છે તે જ પગારધોરણમાં બદલી કરાયેલ અન્ય પંચાયતમાં ફરજ બજાવવાની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. જેમાં બાયડ તાલુકાના ૧૩ તલાટીઓ, મેઘરજ તાલુકાના ૬ તલાટીઓ, ધનસુરા તાલુકાના ૬ તલાટીઓ, ભિલોડા તાલુકાના ૬ તલાટીઓ, મોડાસા તાલુકાના ૧૦ તલાટીઓ અને માલપુરના ૧૧ તલાટીઓ મળી કુલ ૫૨ તલાટીઓની બદલી કરવામાં આવી હતી. સાથે આ બદલીઓનો તાત્કાલીક અમલ કરવા જણાવવામાં આવ્યું હતું.