મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં અનેક ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામકાજ દરમ્યાન વ્યાપક ભ્રષ્ટાચાર,ગેરરીતિઓ અને અનેક પ્રકારના વહીવટી છબરડાઓ ચાલતા હોય છે.જાણે કે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતોમાં ચાલતો હોય છે.અત્રે ઉલ્લેખનીય છે કે જયાં જયાં મહિલા સરપંચો હોઈ ત્યાં વહીવટ તો સરપંચ વતી તેઓના પતિ તેમજ અન્ય વ્યક્તિઓ જ મોટા પ્રમાણમાં કરતા હોઈ છે.જયાં સરપંચ સમક્ષ અને વહીવટી કુશળતા ન ધરાવતા હોઈ ત્યારે વિકાસ ખાડે ગયો હોઈ તેવો માહોલ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તતી રહ્યો છે.

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીએ ભિલોડા તાલુકાના ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઈન્દુબેન શશીકાન્ત બોદર એ તેમની સત્તાનો દુરઉપયોગ  કર્યો અને ફરજોમાં બેદરકારી દાખવતા સરપંચ પદેથી બરતરફ કરાયા છે. રાજકીય માહોલ ગરમાયો હતો.

ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ એ તેમની નૈતિક ફરજોમાં બેદરકારી દાખવતા હોઈ સને.2019-20 નું અંદાજપત્ર અવલોકન અર્થે તાલુકા પંચાયત કચેરી ખાતે ઠરાવ કરી મોકલી આપેલ પરંતુ અંદાજપત્ર બાબતે ગ્રામ પંચાયતની કાકારોબારીની સભામાં ઠરાવ થયેલ ન હોવા છતાં ખોટી રીતે દર્શાવી તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓને ગેરમાર્ગે દોરી અંદાજપત્ર મોકલી આપેલ હોઈ ત્યારે તપાસ દરમ્યાન સરપંચ એ કરેલા છબરડાઓ પ્રકાશમાં આવ્યા હતા.ગુજરાત પંચાયત અધિનિયમની 1993ની કલમ 57 (1) મુજબ સરપંચ ને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા દુર લેખિતમાં હુકમ કર્યો હતો.