મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને જિલ્લા સરહદો સીલ  કરી દેવામાં આવી હોવાના સતત દાવાઓ થઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં અન્ય રાજ્યો અને જીલ્લામાંથી લોકો વાહનો મારફતે આબાદ પહોંચી રહ્યા છે. જીલ્લા પોલીસતંત્ર માટે પણ અન્ય રાજ્ય અને જીલ્લામાંથી વિવિધ વાહનો અને પગપાળા પહોંચતા લોકો અને શ્રમિકોનો પ્રવેશ કોયડારૂપી બની રહ્યો છે. ધનસુરા પોલીસે ઉત્તર પ્રદેશના ડાલામાં જઈ રહેલા ૧૧ શખ્શોને દબોચી લીધા હતા ભિલોડા પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી ભિલોડા વિસ્તારમાં આવેલા ૪ લોકો અને અમદાવાદથી આવેલા ૨ મહિલા વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથધરી છે. માલપુર પોલીસે દોઢ વર્ષથી અપહરણ અને  પોસ્કો અને બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો સુરેશ સાબુભાઈ કોટવાળને દબોચી લીધો હતો.
 
અરવલ્લી જીલ્લામાં કોરોનાનો હજુ એકપણ કેસ નહિ નોંધાતા અરવલ્લી જિલ્લાના અને ધંધા-રોજગાર અર્થે અન્ય રાજ્યો અને જીલ્લામાં સ્થાયી થયેલા લોકો અરવલ્લી જીલ્લાની વાટ પકડી છે એનકેન પ્રકારે લોકોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. સલામત જીલ્લાવાસીઓના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી રહ્યા છે ધનસુરા પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ પીકઅપ ડાલામાં પસાર થઈ રહેલા ઉત્તરપ્રદેશના જોનપુરના ૧) વીરેન્દ્ર અચ્છેલાલ નિશાદ (રહે,વડાગામ),૨) ભોલા ફુલચદં નિશાદ,૩)રંજન રવિન્દ્ર નિશાદ,૪)મંગલ લક્ષ્મણ નિશાદ ,૫) નાન્હેલાલ કાંતાલાલ નિશાદ,૬)વિમલ તીરથ ગોડ,૭)સોહન અશોકભાઈ નિશાદ,૮)આનંદ બાસવાન નિશાદ,૯)વિવેક નાન્હેલાલ નિશાદ ,૧૦)દિપક નાન્હેલાલ નિશાદ,૧૧) પરદેશી લાલચંદ નિશાદ (રહે , તમામ યુ.પી) ની અટકાયત  કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂત અને તેમની ટીમે ડુંગરપુર થી ભિલોડાના કલ્લેકા ગામમાં પહેંચેલ ૧) રમેશ છગનભાઇ ચામઠા,૨)રેખાબેન રમેશભાઈ ચામઠા,૩)કિરણ સબુરભાઈ ચામઠા, ૪)મંજુલાબેન કિરણભાઈ ચામઠા અને નાંદોજ ગામે અમદાવાદ જીલ્લામાંથી આવેલ ૧)અરખીબેન વિનોદભાઈ વણકર અને ૨) તરુણાબેન વિનોદભાઈ વણકર વિરુદ્ધ જીલ્લા કલેકટરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.