મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં એક તરફ કોરોનાએ આતંક મચાવતા આરોગ્ય તંત્રએ ઉભી કરવામાં આવેલી કોવીડ-૧૯ હોસ્પિટલ સહિતની ખાનગી કોવિડ હોસ્પિટલો ફૂલ થઈ જતાં દર્દીઓ પેરશાન થયા છે. મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં કોરોનામાં પ્રાથમિક સારવાર સમાન રેમડેસીવીર ઇન્જેકશનનો સ્ટૉક ખલાસ થઇ ગયો હોવાની વ્યાપાક બુમરાણો ઉઠવા પામી છે. જ્યારે શહેરનાં જાણીતાં મેડીકલ સ્ટોર્સમાં પણ ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓનાં સગાં દોડતાં થઈ ગયાં છે.

મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૮ થી વધુ દર્દીઓને રેમડીસીવીર ઈંજેક્શનની તાત્કાલીક જરૂર હોવાથી ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી સારવાર વગર પડી રહેવાનો વારો આવ્યો હોવાની માહિતી આરોગ્ય સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

અરવલ્લી જીલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સરકારી કોવીડ હોસ્પિટલ સહીત ખાનગી હોસ્પિટલ પણ હાઉસ ફૂલ બની રહી છે. કોરોના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા જાય છે ત્યારે એક જ જવાબ મળી રહ્યો છે કે, બેડ ખાલી નથી. ખાનગી હોસ્પિટલમાં રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ન હોવાથી સારવાર આપવમાં ખચકાટ અનુભવી રહી છે.

મોડાસા શહેરમાં ૫૦ થી વધુ દર્દીઓ ઘરે જ રેમડીસીવીર ઇન્જેક્શનની ખાનગી મેડિકલ ઓફિસરો પાસેથી સારવાર લઇ રહ્યા છે કોરોનાગ્રસ્ત બનેલા દર્દીના પરિવારજનો રેમડીસીવીર ઇન્જેક્શન મેળવવવા દર દર ભટકી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહીત દોડાદોડી કરી રહ્યા છે. રેમડીવીસીર ઇન્જેક્શન ૪૦૦૦ થી ૫૪૦૦ રૂપિયા દવાના વેપારીઓને એડવાન્સ આપવા છતાં ઇન્જેક્શનનો જથ્થો ન મળતા કોરોનાના દર્દીઓ ભગવાન ભરોશે જીવવાનો વારો આવ્યો છે.