જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી):

૧) અરવલ્લી જીલ્લાની તાતી જરૂરિયાત સિવિલ હોસ્પિટલનું મોડાસામાં ઝડપથી નિર્માણ થાય 
૨)અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમીક સુવિધાઓ જન-જન સુધી પહોંચાડવી 
૩)જીલ્લા સેવાસદન કચેરીમાં વચેટીયા અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પર કાબુ મેળવવો 
૪)ભગવાન બૌદ્ધના અવશેષો ધરાવતી દેવની મોરીને બૌદ્ધ સ્મારકની જાહેરાત પછી વિલંબમાં પડેલી કામગીરી 
૫)સંભવીત કોરોનાની ત્રીજી લહેર સામે યોગ્ય માળખું ઉભું કરી કોરોના સામે જંગ જીતવો 
૬)જીલ્લાના નિર્માણ પછી અનેક સરકારી કચેરીઓ હજુ સુધી વંચીત 
૭) જિલ્લા રમત-ગમત સંકુલનું નિર્માણ ક્યારે થશે 
       
આઝાદીના ૭ દાયકા પછી પણ અરવલ્લી જીલ્લામાં વિકાસની ગતિ અટવાઈ પડી છે. અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે ફક્ત વાયદાઓ થતા રહ્યા છે. વહીવટી તંત્ર કે રાજકીય અગ્રણીઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે દુર્લક્ષ સેવતા પરિસ્થિતિ જ્યાંને ત્યાં જોવા મળી રહી છે. મોડાસા શહેર નજીક સીવીલ હોસ્પિટલ માટે વર્ષ-૨૦૧૮ માં રૂ.૪૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. નવરચિત અરવલ્લી જિલ્લામાં રૂ.૪૫ કરોડના ખર્ચે ૧૫૦ બેડ વાળી નવીન સીવીલ હોસ્પીટલ માટે જે તે સમયે જિલ્લા કલેકટર એમ.નાગરાજને પ્રજાલક્ષી નિર્ણય લઈ તાત્કાલિક બાજકોટ સીમની ૨૦ એકર જમીન ફાળવણીનો હુકમ તા.૨૪-૦૮-૨૦૧૮ ના રોજ કર્યો હતો અને દોઢ વર્ષના સમયગાળામાં ૧૫૦ બેડની અદ્યતન સિવિલ હોસ્પિટલ કાર્યરત થઇ જશેની જાહેરાત થી જીલ્લાવાસીઓમાં આનંદ છવાયો હતો. પરંતુ આરોગ્ય તંત્રએ જમીન રદ કર્યા પછી જીલ્લા સેવાસદન નજીક જમીનની ફાળવણી કરવામાં આવી છે પરંતુ અગમ્ય કારણોસર સીવીલ હોસ્પિટલની કામગીરી શરૂ થઇ નથી. 

Advertisement


 

 

 

 

 

અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વચેટિયાઓ પાસે ધકેલતા હોવાની અને અટવાઈ પડેલ કામકાજ માટે રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની બૂમો જીલ્લાના નિર્માણ પછી સતત ઉઠી રહી છે.
 
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલ દેવની મોરી ગામ નજીકથી ભગવાન બુદ્ધને લગતા અવશેષો મળી આવ્યા હતા. આ સ્થળને પ્રવાસનધામ અને બૌદ્ધ સ્મારક બનાવવા અનેક વાર જાહેરાત થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે દેવની મોરી નજીક ઝડપથી બુદ્ધ સ્મારકનું નિર્માણ કરવામાં આવશેનું આહવાન કર્યું હતું અને ૧૨૦૦ કરોડ રૂપિયા પણ કેન્દ્ર સરકારે ફાળવણી જાહેરાત કરી હતી. પરંતુ અગાઉ કારણોસર હજુ સુધી દેવની મોરી ખાતે બુદ્ધ સ્મારકનું નિર્માણ થયું નથી.
 
અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રામણની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હતી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ખુંવારી નોતરી હતી ત્યારે સંભવીત કોરોનાની ત્રીજી લહેર સામે જિલ્લાવાસીઓને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે અને કોરોના સંક્રમણ સામે રક્ષણ અપાવું.
 
અરવલ્લી જીલ્લાના નિર્માણને ૭ વર્ષનો સમયગાળો થયો હોવા છતાં અનેક મહત્વની કચેરીના અભાવે લોકોને સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે સરકારી કામકાજ અર્થે ધરમધક્કા ખાવા પડતા હોવાથી સમય અને રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે ત્યારે જીલ્લા કક્ષાની સરકારી કચેરીઓ જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં શરૂ કરવામાં આવેની લોક માંગ પ્રબળ બની . જીલ્લાની તાતી જરૂરીયાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી સત્વરે ચાલુ કરવામાં આવે તે ખુબ જરૂરી . 
     
સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ માટે બે વાર ગ્રાન્ટ ફાળવી દીધી હતી, પણ હજી વહીવટી કામગીરીની આંટીઘૂંટીને કારણે અંદાજે 70 લાખ રૂપિયાની સરકારમાંથી મળેલ ગ્રાન્ટ પરત ગઇ. સ્પૉર્ટ સંકુલ માટે વહીવટી તંત્ર જાણે રસ કેમ નથી દાખવતું તે એક સવાલ છે. આ પહેલા કલેક્ટર દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અથાગ પ્રયત્નો કરીને મદાપુર નજીક 25 એકર જમીન ફાળવી દેવામાં આવી હતી, પણ હવે કાર્યવાહી કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે.