મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના નવનિયુક્ત કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એક્શન મોડમાં આવી ગયા છે જીલ્લા સેવાસદન માં આવેલી મામલતદાર કચેરીમાં આકસ્મિક મુલાકાત થી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો મામલતદાર કચેરીની સામાન્ય વ્યક્તિની માફક મુલાકાત કરતા મામલતદાર કચેરીમાં આવકના દાખલ માટે ધરમધક્કા ખાતી ગરીબ મહિલા પર નજર પડતા મહિલાની આપવીતી જાણી તાત્કાલિક આવકનો દાખલો કાઢી અપાવી માત્ર ૧૫ મિનિટમાં વિધવા સહાય મંજુર કરી અપાતા ગરીબ મહિલાની આંખો ખુશીથી ભરાઈ આવી હતી.

અરવલ્લી જિલ્લા ના નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જિલ્લા બહુમાળી ના પરિસર માં આવેલી  મોડાસા મામલતદાર કચેરી ની મુલાકાત દરમિયાન એક ગરીબ મહિલા ને જોતા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે  કયા. કામ માટે આવ્યા છો તેવું પૂછયું ત્યારે મહિલા એ જણાવ્યું કે સાહેબ હું આવક ના દાખલો લેવા માટે આવી છું ત્યારે આ કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે તરતજ આવકનો દાખલો કાઢીને અપાવ્યો હતો. આ ગરીબ મહિલા વિધવા હોવા ની જાણ થતાં તાત્કાલિક વિધવા સહાયનું ફોર્મ ભરાવી માત્ર 15 મીનીટ વિધવા સહાય મંજુર કરી મંજૂરીનો હુકમ કરતા જીલ્લા સેવાસદનમાં ઉપસ્થિત પ્રજાજનોએ ભારે સરાહના કરી હતી. જીલ્લા સેવાદાનમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને સરકારી કામકાજ કઢાવી આપવા ફરતા દલાલોમાં ફફડાટ ફેલાયો હતો. જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની મામલતદાર કચેરીમાં ઓચિંતી મુલાકાતથી દલાલો રફુચક્કર થઈ ગયા હતા.