મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લીઃ રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની વાતો વચ્ચે પરપ્રાંતમાંથી દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીમાં રહેલી આંધળી કમાણીને પગલે બેરોજગાર યુવાનો બુટલેગર બની રહ્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલવી છે. બાતમીદારોને સક્રિય કરી દારૂની હેરાફેરી કરતા શખ્સોને દબોચી રહી છે. ડીવાયએસપી ભરત બસિયાને બે સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસને સૂચના આપતા મોડાસા હજીરા થી હિંમતનગર તરફ સીએનજી રીક્ષાનો પીછો કરી બે સીએનજી રિક્ષા ઝડપી લઈ તાપસ કરતા કઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી ન હતી. પરંતુ ચોક્કસ બાતમીના પગલે પોલીસે બંને રીક્ષા ચાલકોની કડક પૂછપરછ કરતા રીક્ષાની નીચે અને પાછળની સીટ પાસે બનાવેલ ગુપ્ત ખાના માંથી ૧૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવતા અમદાવાદના બંને બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


 

 

 

 

 

બાયડ મહિલા પીઆઈ એન.જી.ગોહીલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું. પીઆઈ ગોહિલને ગાબટ-ઉભારણ રોડ પર સીયાઝ કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગરો ચિલોડા બુટલેગરને શરાબ ચિલોડાના બુટલેગરને આપવા ખેપ મારી રહ્યા હોવાની બાતમી મળતા તાબડતોડ ગાબટ-ઉભારણ રોડ પર વોચ ગોઠવી દીધી હતી. બાતમી આધારિત કાર આવી પહોંચતા પોલીસે કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કીં.રૂ૧૪૪૦૦૦/-નો જ્થ્થો જપ્ત કરી હરિયાણાના કૃષ્ણકુમાર સુમેરસિંહ જાટ અને સંજય સરદારસિંહ આહીરની ધરપકડ કરી કાર,મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ.રૂ.૬૪૬૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.