મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગાંધીનગર  રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સામે લાલ આંખ કરતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જીલ્લાના મોટા ભાગના નામચીન બુટલેગરો જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જીલ્લા પેરોલ ફર્લો ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને સતત દબોચી રહી છે. પેરોલ ફર્લો ટીમે ચાર ચાર જીલ્લામાં વિદેશી દારૂના ગુન્હામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર પુજેસિંહ ઉર્ફે કાણીયો દેવુસિંહ જાડેજાને હિંમતનગર મોતીપુરા સર્કલ નજીકથી દબોચી લેતા લિસ્ટેડ બુટલેગર કાણીયાના મોતીયા મરી ગયા હતા. પેરોલ ફર્લો ટીમે લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 

Advertisement


 

 

 

 

 

અરવલ્લી પેરોલ ફર્લો  પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે અરવલ્લી, સાબરકાંઠા,ગાંધીનગર અને ખેડા જીલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અને ચાર ચાર જીલ્લાની પોલીસને ચેલેન્જ આપનાર ભિલોડા તાલુકાના દહેગામડા ગામના લીસ્ટેડ અને માથાભારે બુટલેગર પુજેસિંહ ઉર્ફ કાણીયો દેવુસિંહ જાડેજાને હિંમતનગર મોતીપુરા સર્કલ પાસેથી બાતમીના આધારે ઝડપી લીધો હતો અને મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી લિસ્ટેડ બુટલેગર કાણીયા સામે અરવલ્લી જીલ્લામાં ત્રણ,ગાંધીનગર જીલ્લામાં બે, ખેડા જીલ્લામાં એક અને સાબરકાંઠા જીલ્લામાં ૫ ગુન્હા નોંધાયા હતા.