મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રક્ષાબંઘન પર્વ અને સ્વાતંત્ર્ય  પર્વનો સંજોગ મુજબ એકજ દિવસે ધાર્મિક અને રાષ્ટ્રિય તહેવારનો સમન્વય થયો છે, ત્યારે જિલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો રાષ્ટ્રિય પર્વની ઉજવણી કર્યા બાદ મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર  વનિતાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યા ઇન્દુબેન  પટેલ, જિલ્લા મંત્રી મીનાબેન પટેલ દ્વારા મોડાસા શહેરમાં એક પેટા પરા રૂપે આવેલા ચાંદટેકરી વિસ્તારના ભાઇઓને રક્ષાસુત્રથી રક્ષીત કરવામા આવ્યા હતા.

આ ચાંદટેકરી વિસ્તારના મુસ્લિમ બિરાદરો હિન્દુ મહિલાઓ દ્વારા રાખડી બાંધતા તેઓ ભાવવિભોર બની ગયા હતા અને હિન્દુ શાસ્ત્ર પ્રમાંણે એક બહેન ભાઇની રક્ષા કાજે રાખડી બાંધે છે. ત્યારે ભાઇની પ્રથમ ફર્જ બહેનની રક્ષા કરીશું અને તેનું ઋણ ચુકવવુંએ ભાઇની ફરજ સાથે આ પ્રસંગે મુસ્લિમ ભાઇઓ જનાબ હુસેનભાઇ મુલ્તાની ઝાકીરભાઇ મુલ્તાની હબીબભાઇ મુલ્તાની અને ચાંદટેકરીના આગેવાનો દ્વારા હિન્દુ બહેનોને સાડી રૂપી ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પર્વને કોમીએખલાસનું પર્વ બનાવાતા અરવલ્લી જીલ્લામાં ભાજપ મહિલા મોરચાની મહિલાઓની ભારે સરાહના થઈ હતી. સમગ્ર મોડાસા પંથકમાં એક કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.