મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ ૧૦  મહિનાથી બંધ શાળા-કોલેજો ગત ૧૧ જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે ત્યારે સમગ્ર રાજ્યમાં તાલીમ સંસ્થાઓ તબક્કાવાર ખોલવામાં આવી રહી છે ત્યારે શનિવારથી અરવલ્લી જીલ્લામાં આવેલી સરકારી અને ખાનગી આવેલી ૧૭ આઈટીઆઈ શરૂ કરવામાં આવતા તાલીમાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ આઈટીઆઈમાં તાલીમાર્થીઓનું થર્મલગન થી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું સરકારી ગાઈડ લાઈન અનુસાર તાલીમ શરુ કરવામાં આવી હતી.

દસ મહિનાના લાંબા સમય પછી અરવલ્લી જિલ્લાની સત્તર iti ફરીથી કાર્યરત થઈ છે. કોરોના વાયરસ ની મહામારી ને લઈને ને લઈને છેલ્લા દસ મહિનાથી અરવલ્લી જિલ્લાની ૧૭ આઈ.ટી.આઈ માં તાલીમ બંધ હતી ત્યારે આજે સરકાર ની ગાઈડલાઈન મુજબ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સરકારી આઈ.ટી.આઈ 6, ગ્રાન્ટ ઇન આઇટીઆઇ પાંચ તેમજ ચાર જેટલી સેલ્ફ ફાઇનાન્સ આઇટીઆઇ શરૂ થઇ છે. અંદાજીત ૩૦૦૦ જેટલા તાલીમાર્થીઓ આજથી આઈ.ટી.આઈ માં તાલીમ લેવા માટે આવી પહોંચ્યા છે. આઈ.ટી.આઈ માં આવેલા તાલીમાર્થીઓને સીવણ ના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાદીના માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. એક હજાર જેટલા માસ્ક તાલીમાર્થી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જેનું વિતરણ કરવામાં આવ્યું હતું. થર્મલ સ્ક્રીનીંગ બાદ તાલીમાર્થીઓની આઈ.ટી.આઈ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષા લઇને તાલીમાર્થીઓનું પુન: શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે.