મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ ટીમને જીલ્લામાં સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુન્હા શોધી કાઢવા માર્ગદર્શન આપી સૂચના આપવામાં આવતા મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એફ એલ રાઠોડ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામેથી ત્રણ વર્ષ અગાઉ સગીરાનું અપહરણમાં સંડોવાયેલા રાજસ્થાનના શ્રવણ શાંતિલાલ લબાના નામના આરોપીને મેઘરજ ચોકડી નજીકથી ઝડપી પાડી અપહરણ અને પોક્સોનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  

ત્રણ વર્ષ અગાઉ માલપુરના જીતપુર ગામેથી સગીરાનું અપહરણ કરનાર ચાર આરોપીઓ માંથી ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા હતા સગીરાના અપહરણમાં સંડોવાયેલો અને ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા રાજસ્થાનના બાંદેલા ગામનો શ્રવણ શાંતિલાલ લબાના મોડાસા શહેરની મેઘરજ ચોકડી નજીક આવવાનો હોવાની બાતમી  મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એફ એલ રાઠોડ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમને મળતા મેઘરજ ચોકડી નજીક વોચ ગોઠવી હતી વોચમાં રહેલી પોલીસની ટીમે શ્રવણ શાંતિલાલ લબાના આવતા પોલીસે ઝડપી લેતાની સાથે આરોપી શ્રવણના મોતિયા મરી ગયા હતા. પોલીસે ઝડપાયેલ આરોપી શ્રવણ લબાનાનો સરકારી ગાઇડલાઇન અનુસાર કોરોનાનો ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.