મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : બીજા તબક્કામાં રાજ્યમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 29 જેટલા પોઝિટિવ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે સુરતના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યારે રાજય સરકાર દ્વારા પણ આ રોગ સામે જરૃરી અટકાયતી પગલા ભરવામાં આવી રહયા હોવાના દાવા કરાઈ રહયા છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકારની સૂચનાના આધારે રાજસ્થાન રાજ્યને જોડાતી તમામ સરહદ અને આંતરજિલ્લા સરહદ પરથી પ્રવેશતા તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલ સરકારી અને ખાનગી વાહનો પર પાબંધી લગાવી દઈ સરહદ શીલ કરી દેવામાં આવી છે.

અરવલ્લી જીલ્લા કલેક્ટર અમૃતેષ ઔરંગાબાદકર ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે કોરોના મહામારી ને રોકવા માટે કમર કસી છે રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ સરકારી અને ખાનગી પબ્લિક ટ્રાન્સ્પર્ટ સાથે જોડાયેલા વાહનો પર પાબંધી લાદી દીધી છે ફક્ત જીવનજરૃરિયાત ચીજ વસ્તુઓ અને ખાનગી વાહનો માટે આંતરરાજ્ય સરહદો ખુલી રહેશે.
     
ગુજરાત ના સરહદી વિસ્તાર માં બહાર ન રાજ્યો માંથી આવતા લોકો ને રોકવા માં આવેછે તેમનું મશીન વડે સ્ક્રીનીંગ કરવામાં આવેછે અને જરૂર જણાય તો તેવા મુસાફરો ને તબીબી સારવાર પુરી પાડવા માં આવેછે ત્યારે અરવલ્લી જિલ્લા ના શામળાજી પાસે રતનપુર સરહદે રાજસ્થાન તરફ થી આવતા વાહનો ને પોલીસ આરટીઓ અને આરોગ્ય વિભાગ ના કર્મચારિયો દ્વારા રોકી અને તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવેછે તેમની યોગ્ય પૂછપરછ બાદ જો શરદી તાવ અને ઉદરસ જેવા લક્ષણો જણાય તો તેમને આઇશોલેટેડ કરવામાં આવેછે આમ કોરોના ના કહેર ને આટલો સમય વીત્યા બાદ મોડે મોડે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર જાગ્યું છે અને આંતરરાજ્ય સરહદો પાર કોરોના મહામારી ને પહોંચી વળવા તકેદારી ના પગલા લેવામાં આવી રહ્યા છે.