મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા બાળ સુરક્ષા કચેરી બાતમીના આધારે જ ચાલતી હોય તેમ જીલ્લામાં હજુ પણ બાળલગ્ન છાનીછૂપી રીતે મોટા પ્રમાણમાં યોજાઈ રહ્યા છે. જીલ્લા બાળ સુરક્ષા કચેરી અત્યાર સુધી ફક્ત ૧૪ બાળ લગ્નો અટકાવવામાં સફળ રહી છે. અરવલ્લી જીલ્લા અભયમ-૧૮૧ ને ચોઈલા ગામે ૧૬ વર્ષીય સગીરાના લગ્ન થવા જઈ રહ્યા હોવાનો કોલ મળતા લગ્નના થોડા કલાકો પહેલા મળતા અભયમ ટીમના જીજ્ઞેશા બેન, પિન્ટુ બેન અને પાયલોટ જીતેન્દ્ર ભાઈએ લગ્ન અટકવાવા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી અને બાયડ પોલીસ સ્ટેશનના સહયોગથી ૧૬ વર્ષીય સગીરાના માતા-પિતા અને સગીરાના પરિવારજનોને સમજાવી બાળલગ્ન પ્રતિબંધ અંગે સમાજ આપી બાળલગ્ન કરાવવા ગુનો બનતો હોવાનું જણાવતા પરિવારજનોએ આખરે ૧૬ વર્ષીય સગીરાના લગ્ન બંધ રાખતા અભયમ ટીમને બાળ વિવાહ અટકાવામાં સફળતા મળી હતી.

અરવલ્લી જીલ્લા અભયમ-૧૮૧ ટીમને ચોઈલા ગામે ૧૬ વર્ષીય સગીરાના લગ્ન થઈ રહ્યા હોવાનો કોલ  જાગૃત નાગરિકે કરતા ચોઈલા ગામે બાળ સુરક્ષા કચેરીના અધિકારી અને બાયડ પોલીસ સાથે લગ્ન સ્થળ પર પહોંચી લગ્ન લેવાયેલ કન્યા ના આધાર-પુરાવા માંગતા લગ્ન લેવાયેલ સગીરાની ઉંમર ૧૬ વર્ષની થતી હોવાથી સગીર યુવતીના માતા-પિતા અને પરિવારજનોને સમજાવી બાળ લગ્ન ગુન્હો બનતો હોવાનું અને લગ્ન કરનાર અને લગ્ન કરાવનાર બંને સામે ગુન્હો બનતો હોવાનું અને કાયદામાં જેલની જોગવાઈ હોવાનું જણાવી સમજવામાં આવ્યા હતા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા ૧૬ વર્ષીય સગીરાના માતા-પિતાને  નોટિસ આપવામાં આવી હતી અને પરિવારજનોનું નિવેદન લઈ લગ્ન બંધ રાખવા જણાવ્યું હતું અને બાળવિવાહ અટકાવવા બાંહેધરી અપાતા અરવલ્લી જીલ્લામાં વધુ એક બાળવિવાહ અટકાવવામાં અને ૧૬ વર્ષીય સગીરાને નાની ઉંમરમાં લગ્નના ખપ્પરમાં હોમતી બચાવી લેવામાં સફળતા મળી હતી.