મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: એપ્રિલ ફૂલ 2021: એપ્રિલ ફૂલ પર ચકલી અને બિલાડીનો વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસી હસીને લોથપોથ થઈ જસો. એક ચકલીએ મનોરંજક રીતે બિલાડીને એપ્રિલ ફૂલ્સ બનાવી. બિલાડી શિકાર માટે ચકલી પાસે આવતાની સાથે જ તેણે મરવાની એક્ટિંગ શરૂ કરી અને તક મળતાં થઇ ફુર્રરર. ભારતીય વન અધિકારી સુશાંત (આઈએફએસ અધિકારી સુશાંત નંદા) નંદા દ્વારા આ રમૂજી વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ચકલી જમીન પર દેખાતાની સાથે જ બિલાડી શિકાર માટે નજીક આવે છે. બિલાડીને નજીક આવતા જોઈને, ચકલી મરવાની એક્ટિંગ કરવાનું શરૂ કરે છે. બિલાડી તેને હલાવે છે અને નજીકમાં બેસે છે. જેવી જ બિલાડીની નજર હટી , તો થઇ ફુર્રરર. બિલાડી ભાગીને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ત્યાં સુધી તે ઉપર નીકળી જાય છે.


 

 

 

 

 

વીડિયો શેર કરતી વખતે આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું, 'એપ્રિલ ફૂલ.'

આ વીડિયો સુશાંત નંદાએ થોડા સમય પહેલા 1 એપ્રિલના રોજ શેર કર્યો છે, લોકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ વિભાગમાં, લોકોએ મનોરંજક પ્રતિક્રિયાઓ આપી છે.