મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં માતાપિતા બન્યા છે. અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેના પછી તે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની પુત્રીની પહેલી તસવીર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરમાં અનુષ્કા અને વિરાટ પોતાની પુત્રીને ખોળામાં લઇને જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ પુત્રીનું નામ ચાહકોને પણ જણાવ્યું હતું. અનુષ્કા શર્માની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને ચાહકોની ટિપ્પણીઓ પણ આવી રહી છે. વિરાટ અને અનુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

વામિકાનો અર્થ

વામિકા એટલે દેવી દુર્ગા, દેવી દુર્ગાનું એક વિશેષણ અને ડાબી બાજુએ સ્થિત એટલે કે શિવ પણ થાય છે. વામિકા નામની રાશિ વૃષભ છે.

અનુષ્કા શર્માએ ટ્વિટ કરીને લખ્યું છે કે, અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ આ નાનકડી વામિકા આપણા જીવનમાં આવી ત્યારથી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. કેટલીક વખત આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. વામિકા એટલે દુર્ગા.

અનુષ્કા શર્માએ ચાહકોનો આભાર માન્યો અને લખ્યું કે, ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.'