મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: શનિવારે સમાચાર આવ્યા હતા કે બોલીવુડના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને કોરોનાથી ચેપ લાગ્યો છે. આ દરમિયાન એક બીજો મોટો સમાચાર સામે આવી રહ્યો છે કે હવે કોરોનાએ પણ અભિનેતા અનુપમ ખેરના પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ. અનુપમ ખેરે ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.અનુપમ ખેરની માતા અને ભાઇ સહિત પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી.

અનુપમે વીડિયોમાં જણાવ્યું હતું કે તેની માતા દુલારીની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી. તેમને કેટલાક દિવસોથી ભૂખ નથી લાગતી અને તે સુઇ રહેતા હતા. ડોક્ટરની સલાહ પર, તેણે તેમની માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. જેમાં બધું બરાબર થઈ ગયું. બાદમાં, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હળવા કોવિડ -19 પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા.. જુવો વિડિઓ ...

मेरे प्यारे दोस्तों! निम्न वर्गीय परिवार से आने के बावजूद मैंने अपने सपनों को हमेशा आसमान के आसपास ही रखा।अब एक नया सपना! अपने डिजिटलप् लेटफ़ॉर्म पर मेरे जीवन की कहानी।ज़रूर देखियेगा।आपके प्यार ने बहुत शक्ति दी है।धन्यवाद!आपका अनुपम।https://t.co/qESpl8z92y #KuchBhiHoSaktaHai pic.twitter.com/caKvdLTToP

— Anupam Kher (@AnupamPKher) June 7, 2020

આ બાદ અનુપમ અને તેના ભાઇ રાજુએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો રિપોર્ટમાં અનુપમ નેગેટિવ આવ્યા છે. જ્યારે ભાઇ રાજુનો ટેસ્ટ રિઝલ્ડ માઇલ્ડ કોવિડ-19 આવ્યો છે. તે બાજ રાજુના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમા અનુપમની ભાભી એટલે રાજૂની પત્ની અને ભત્રીજી વૃંદા માઇલ્ડ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ભત્રીજો નેગેટિવ છે.

હાલ અનુપમે જણાવ્યું કે તેમની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે બીએમસીને પણ સૂચના આપવામાં આવી છે હવે તેમના ઘરને સેનેટાઇઝ કરવામાં આવશે. અનુપમે લોકોથી અપીલ કરી છે કે તે તેમના માતા-પિતાનું ધ્યાન રાખે. તેમણે ડોક્ટર્સના પણ વખાણ કર્યા છે. જે દિવસ-રાત લોકો માટે કામ કરે છે.