મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં નાગરિક્તા સંશોધન કાયદા (સીએએ)નો વિરોધનો પોપ્યુલર ફ્રંડ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના સાથે સીધો સંપર્ક હતો. ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે જે વિસ્તારોમાં સીએએ સામે હિંસાઓ થઈ હતી ત્યાં પીએફઆઈનો હાથ હોવાના તાર જોડાયેલા છે. રિપોર્ટમાં દાવો કરાયો  છે કે 73 બેન્ક ખાતાઓમાં રૂપિયા 120 કરોડથી વધુ રકમ જમા થઈ હતી. આ નાણાઓનો ઉપયોગ પ્રદર્શન માટે થયો હતો.

ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, ઈડીની રિપોર્ટમાં ખબર પડે છે કે ડિસેમ્બરમાં સંસદમાં સીએએના પાસ થવા પછી પશ્ચિમ યૂપીમાં હિંસાગ્રસ્ત  વિસ્તારો, બિજનૌર, હાપુડ, બહરાઈચ, શામલી અને ડાસનાના ઘણા બેન્ક એકાઉન્ટમાં રુપિયા મોકલાયા હતા. આ નાણાનો ઉપયોગ વિરોધ-પ્રદર્શન માટે કર્યા હતા.

રિપોર્ટમાં એ પણ ખબર પડી છે કે પીએફઆઈની કશ્મીર યૂનિટને પણ 1.65 કરોડ રૂપિયા મળ્યા હતા. ઈડીએ ગૃહ મંત્રાલયને આ નાણાની લેવડદેવડ અંગે જાણ કરી હતી. ગત સપ્તાહમાં જામીન મળ્યાના થોડા દિવસે પીએફઆઈ અધ્યક્ષ વસીમ સામે મજબૂત પુરાવો ભેગો કરવામાં અસફળ રહી હતી. પોલીસે વસીમને આ હિંસાનો માસ્ટર માઈન્ડ કહ્યો હતો. આ રિુપોર્ટના ખુલાસા બાદ ભાજપે કહ્યું કે આ મામલાની તપાસ થવી જોઈએ. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે જો કોઈ ખાસ દિવસ આ રીતે નાણાકીય લેણદેણ થઈ છે તો તેની તપાસ થવી જોઈએ.