મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રશિયાની પર્મ યુનિવર્સિટીમાં સોમવારે અંધાધૂંધ ફાયરિંગ કરવાની એક ઘટના બની છે. રોયટર્સ ન્યૂઝ એજન્સી પ્રમાણે આ ફાયરિંગમાં આઠ વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે દસથી વધુ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. ઘટના વખતે વિદ્યાર્થીઓ શાળામાં જ હતા. અહીં સુધી કે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા યુનિવર્સિટીના ઉપરના માળે આવેલી બારીમાંથી પણ નીચે કુદવા લાગ્યા હતા.

ફારયિંગ કરનાર શખ્સને સુરક્ષા દળો દ્વારા ઠાર કરી દેવાયો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ ઘટના સુરતના તક્ષશિલા અગ્ની કાંડ વખતે પણ બાળકોએ આવી જ રીતે બારીમાંથી કુદકો મારી પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અહીં પર્મ યુનિ.ની જે બારીઓમાંથી બાળકો કુદયા તે અને તક્ષશિલા વખતની ઉંચાઈ અલગ હતી જેને કારણે આ ઘટનામાં સદભાગ્યે જીવહાની ઓછી થઈ હતી. જેને કારણે ઘણાઓએ હાંશકારો અનુભવ્યો હતો.

આ ઘટનામાં હુમલાખોરની ઓળખ તિમૂર બેકમાંસુરોવ તરીકે થઈ છે જોકે તેણે આમ અચાનક ફાયરિંગ કરી માસૂમોને નિશાને કેમ લીધા તે અંગેનું કારણ સામે આવ્યું નથી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડાયા છે. અહીં આ ઘટનાના વીડિયો રજુ કરાયા છે.