જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): અત્યારે કોરોના સંક્રમણ વચ્ચે  મોંઘવારીએ માજા મૂકી છે પાણી પણ વેચાતું મળતું હોય ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી ફક્ત ૨ રૂપિયામાં મોડાસામાં સારવાર લઇ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને ફક્ત બે રૂપિયામાં શુદ્ધ અને સાત્વીક ભરપેટ ભોજન ના ટીફીનની સુવિધા સુવિધા પૂરી પાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે ત્યારે હાલ કોરોના કહેરમાં કોરોનગ્રસ્ત બનેલ અને હોમકોરન્ટાઇન થયેલ દર્દીઓના ઘરે મફત ટિફિન સેવા અને ઓક્સીજન સીલીન્ડર પુરા પાડી અન્નપૂર્ણા ટ્રસ્ટનો સેવા યજ્ઞ આશીર્વાદ રૂપ બની રહ્યો છે.

મોડાસા માં કાર્યરત અન્નપૂર્ણા ટ્રસ્ટના રસોડા માં પૂર્ણ હાઇઝીન સાથે શુદ્ધ અને સાત્વિક રસોઈ બનાવવામાં આવે છે.ટ્રસ્ટના રસોડા માં કામ કરતા તમામ કર્મચારીઓ ફેસ માસ્ક અને પીરસનાર વ્યક્તિ ગ્લોવ્ઝ અને ફેસમાસ્ક સાથે કામ કરે છે.હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોન્ટાઇન થયેલા દર્દીઓ ને પણ આ ટ્રસ્ટ દ્વારા ઘરે ઘરે જઈ સરકાર ની કોવિડ ગાઈડલાઈન મુજબ ટિફિન પહોંચાડવામાં આવે છે..જેનો કોરોનાગ્રસ્ત દર્દીઓ લાભ રહ્યા છે. સાથે જ કોરોના ની બીજી લહેર માં દર્દી ને ઓક્સિજન ની વિશેષ જરૂરિયાત રહેતી હોવાથી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રીતે ઓક્સિજન ની સિલેન્ડર પણ પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું ટ્રસ્ટી દિલપ પટેલ અને બિપીનભાઈ શાહએ જણાવ્યું હતું.


 

 

 

 

 

અન્નપૂર્ણા ટ્રસ્ટ છેલ્લા ૨૮ વર્ષથી ફક્ત ૨ રૂપિયામાં જરૂરિયાત મંદ દર્દીઓ અને લોકોને ટીફીન સેવા પુરી પાડે છે

અરવલ્લી જીલ્લાની અન્નપુર્ણા સંસ્થા છેલ્લા ૨૮ વર્ષથી સેવાકાર્ય અવિરત ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં મોડાસા શહેર આરોગ્યલક્ષી નગરી તરીકે જાણીતું છે. મોડાસામાં આવેલી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહીત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે  આવતા હોય છે. અન્નપૂર્ણા ટ્રસ્ટ બહાર ગામથી આવતા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યું છે.. આ ભોજન ને ટિફિન મારફતે દર્દી ને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે..સાથે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ભોજન માટે ના સબ સેન્ટર પણ કાર્યરત કર્યા છે. જેમાં ફક્ત રૂ.૨ માં દર્દી અને તેની સાથે રહેલા લોકો માટે ભોજનમાં દાળ ભાત રોટલી શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

દર્દીઓના પરિવારજનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અંગે શું કહે છે વાંચો

મોડાસા શહેરની હોસ્પિટલમાં જીલ્લાના છેવાડાના વિસ્તારના તેમજ રાજસ્થાનના દર્દીઓ અહી સારવાર માટે આવતા હોય છે.જેમાં દવાખાનામાં રાત્રી રોકાણ કરતા પરિજનો માટે માત્ર બે રૂપિયાના દરે ટીફીન સેવા તેમજ ભરપેટ ભોજન સેવા આપવામાં આવી રહી છે. આ સંસ્થા ધ્વારા શહેરના નિસહાય વૃધ્ધો,અશક્ત અને વિકલાંગ વ્યક્તિઓને પણ વિશેષ રીતે આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.ત્યારે આજના કારમી મોઘવારીના જમાના છેલ્લા ૨૮ વર્ષથી અવિરત સેવા કરતી આ સંસ્થા સાચા અર્થમાં અન્નપુર્ણ સાબિત થઇ રહી છે. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થા ધ્વારા જે સેવા અપાઈ રહી છે તે જરૂરિયાત મંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.જયારે એક તરફ હોસ્પિટલના ખર્ચા પોસાય તેમ નથી ત્યારે વધારાનો ભોજનનો ખર્ચ કરવો પોસાય તેમ નથી.જેથી આવા લાભાર્થી લોકો માટે આ સંસ્થા અન્નપૂર્ણા સાબિત થઈ રહી છે.