મેરાન્યૂઝ નેટવર્ક.અંકલેશ્વરઃ અંકલેશ્વર ખાતેના નેશનલ હાઈવે નં. 48 પર તાપી હોટલ નજીક એક ટ્રક ચાલકે બે બાઈકને અડફેટે લઈ લીધા હતા. જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ ઉપરાંત એક મહિલા અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ લેતાં મૃતકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.

અંકલેશ્વર ખાતે નેશનલ હાઈવે પર બનેલા આ અકસ્માતને પગલે ભારે ચકચાર મચી હતી. લોકોના ટોળા દોડી આવ્યા હતા. લોકોએ આ અંગે તુરંત 108ને જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. બનાવને પગલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી પુર્ણ કરીને વધુ તપાસની તજવીજમાં જોતરાશે.