મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડના અભિનેતા સુશાત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને હવે ઘણો સમય થઈ ગયો છતાં જાણે ફેન્સ હજુ પણ આ વાતને સ્વિકારી જ શક્યા ન હોય તેમ સુશાંત પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં રહે છે. આ ઘટના જ્યારે બની ત્યારે ખરેખર દરેક વ્યક્તિ ચોંકી ગયા હતા. 14 જુને સુશાંત સિંહ રાજપૂતની પોતાના ઘરમાં મૃત અવસ્થામાં લાશ મળી આવી હતી. તેના નિધન પછી સતત તેના જુના ફોટોઝ, વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે એટલું જ નહીં તેની જુની ફિલ્મો પણ હવે ટીવીમાં વધુ જોવા મળી રહી છે જે તે જીવતો હતો ત્યારે એટલી જોવા મળતી ન હતી. લોકો પણ તેના પર એટલો પ્રેમ હવે વરસાવી રહ્યા છે જેટલો તેને જીવતાજીવત પ્રાપ્ત થાય તેવી તેની ઈચ્છાઓ હતી.

હાલમાં જ તેનો એક જુનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટરની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સ્ટેજ પર સુશાંતને બધાની સામે પ્રપોઝ કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા સુશાંતને ખુબ જ ક્યૂટ રીતે આઈ લવ યૂ 2 કહી રહી છે. જે પછી એક્ટર શરમાઈ જાય છે અને અંકિતાને ભેટી પડે છે તથા શરમમાં પોતાનું મોંઢું પણ છુપાવી લે છે.. જુઓ આ થ્રો બેક વીડિયો.....