મેરાન્યૂઝ નેટવર્ક.કેન્યાઃ વર્ષ 2017માં અહેવાલો સામે આવ્યા હતા કે માદા જિરાફ અને તેમાં તેના બચ્ચાની તસવીરો સામે આવી હતી. જિરાફનો રંગ બ્રાઉનની જગ્યાએ સફેદ હતો. સફેદ રંગના જિરાફની આ તસવીરો તે વખતે ઘણી વાયરલ થઈ હતી. તતેમના શરીર પર સામાન્ય જિરાફની જેમ પેટર્ન પણ ન હતી. બીલકુલ પ્લેન હતું. તે આપ તસવરોમાં જોઈ શકો છો. તે કેન્યાની વાઈલ્ડલાઈફ સેન્ચ્યૂરીમાં વર્ષ 2016માં જોવા મળ્યા હતા પરંતુ શિકારીઓએ આ દુર્લભ જિરાફને મારી નાખ્યા છે. હવે દુનિયામાં સફેદ રંગનું માત્ર એક જ જિરાફ રહી ગયું છે.

રિપોર્ટ મુજબ રેજર્સને ઉત્તર-પૂર્વી કેન્યામાં ગરિસા કાઉંટીના એક ગામમાં માદા અને તેના બાળકનો મૃતદેહ મળ્યો છે. હાલ ત્રીજું જિરાફ જીવતું છે. હવે માનવામાં આવી રહ્યું છે કે તે દુનિયાનું એક માત્ર સફેદ જિરાફ છે.

ઈશાકબીની હિરોલા સામુદાયિક સંરક્ષણના મેનેજર મહોમ્મદ અહમદનૂરે કહ્યું કે, મારી નખાયેલા બંને જિરાફને અંદાજિત ત્રણ મહિના પહેલા છેલ્લે જોવામાં આવ્યા હતા. આ પુરા કેન્યા માટે ખુબ જ દુઃખદ દિવસ છે. કારણ કે પુરી દુનિયામાં અમારા ત્યાં જ સફેદ જિરાફ છે.

આફ્રિકા વાઈલ્ડલાઈફ ફાઉન્ડેશન મુજબ, ગત 30 વર્ષોમાં જિરાફની સંખ્યા 40 ટકા ઘટી ગઈ છે. કારણ કે શિકારી માંસ અને ચામડા માટે તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ (આઈયુસીએન) મુજબ, વર્ષ 1985માં જિરાફની જનસંખ્યા 155000 હતી જે 2015માં ઘટીને 97000 થઈ ગઈ હતી. જોકે તેની તપાસ ચાલું છે પરંતુ અત્યાર સુધી શિકારીઓની ઓળખ થઈ નથી અને એ પણ સાફ થયું નથી કે આખરે તેમણે આ જિરાફને કેમ માર્યા છે.

બંને જિરાફ લ્યૂસિજ્મ નામક એક જીનેટિક બિમારીથી પીડિત હતા. જે ત્વચા અને કોશિકાઓના પિગ્મેંટેશન (ત્વચાનો મૂળ રંગ ન હોવા)ને રોકે છે. લ્યૂસિજમમાં આંખોની આસપાસ કાળો રંગ બનતો રહે છે.