મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અનિલ અંબાણીના નામથી આપ સારી રીતે વાકેફ છો, એક સમયે દુનિયાના ધનિકોમાં ગણતરી પામનારા અનિલ અંબાણીએ આ વર્ષે લંડનનની એક અદાલતમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પહેલા તે બહુ અમીર હતો, પણ હવે હું ગરીબ છું. તેથી ચીની બેન્કોના 68 કરોડ ડોલર (અંદાજીત 5000 કરોડ રૂપિયા) નહીં ચુકવી શકું. ત્રણે ચીની બેન્કોએ અનિલ અંબાણી સામે 680 મિલિયન ડોલરનું દેવું નહીં ચુકવવાનો મામલો લંડન કોર્ટમાં ફાઈલ કર્યો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સ આ વાતને લઈને હવે મજા લઈ રહ્યા છે. આવો જાણીએ લોકો કેવી કેવી વાત કરે છે.

અહીં તસવીરો સ્લાઈડ કરશો તો તેમાં ટ્વીટર પર થયેલી પોસ્ટના સ્ક્રીશ શૉટ્સ મુક્યા છે. સાથે જ તે સંદર્ભેની અહીં વાત પણ કરી રહ્યા છીએ. એક ટ્વીટર યૂઝરે કહ્યું કે પુરા દેશમાં #BoycottChinaની માગ કરાઈ રહી છે. ચીની સામાન નહીં ખરીદવાની અપીલ કરાઈ રહી છે, જેને પગલે તેની ઈકોનોમીને નુકસાન થાય. એક આપણાં અનિલ અંબાણી છે, જેમણે ચાઈનીઝ બેન્કોને 700 મિલિયન ડોલર (અંદાજે 5000 કરોડ રૂપિયા) આપવાનો ઈનકાર કરી દીધો છે. સાચા ભારતીય તો આપ જ છો, અને તમારા પર અમને ગર્વ છે.

અન્ય એક ટ્વીટર યૂઝર દિયા દેસાઈ કહે છે કે, જો આપને ડિફોલ્ટર બનવું જ છે તો અનિલ અંબાણીની જેમ બનો, વિજય માલિયાની જેમ નહીં. આ સાથે તેમે એક ન્યઝ શેર કરી છે, જેમાં તે કહે છે કે હું તો હવે કંગાલ થઈ ચુક્યો છું.

બીજા એકનું કહેવું છે કે, અનિલ અંબાણી એક માત્ર લિવિંગ લેજન્ડ છે અને સાચા ભારતીય છે, જેણે ચીનને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે અન્ય એક એ લખ્યું કે, સરકારી એજન્સીઓ અને સરકાર ચીની કંપનીઓને મળેલા કોન્ટ્રાક્ટ કેન્સલ અને રિવ્યૂ કરવા અંગે વિચાર કરી રહી છે, પણ અનિલ અંબાણી તેનાથી બે પગલા આગળ છે. પહેલા જ તેમણે ચીનની બેન્કો પાસેથી લોન લઈ લીધી હતી અને પછી ખુદને બેંક્રપ્ટ જાહેર કરી દીધા.