મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો મામલામાં અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયંસ ઈન્ફ્રાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં 2800 કરોડનો મધ્યસ્થતા અવોર્ડ યથાવત રાખ્યો છે.

કોર્ટે કહ્યું છે કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) ને રિલાયંસ ઈન્ફ્રાને 2800 કરોડ રૂપિયા અને વ્યાજનો દંડ આપવાનો થશે. આ આદેશ આવતા જ રિલાયન્સ ઈન્ફ્રાના શેર 5 ટકા ઉછળી પડ્યા છે.

Advertisement


 

 

 

 

 

આ પ્રમાણે અનિલ અંબાણીની કંપનીને કુલ 5800 કરોડ રૂપિયા મળી શકે છે. આ અનિલ અંબાણી માટે મોટી રાહત છે. હાલમાં તેમના ગ્રુપને માટે ઘણી પોઝિટિવ માહિતીઓ સામે આવી રહી છે. અનિલ અંબાણી માટે આ ઘણું મહત્વ ધરાવે છે, જે ગત વર્ષથી આર્થિક રૂપે ઘણી મુશ્કેલીઓમાં ચાલી રહી છે. તેવામાં આટલી મોટી રકમ મળવી એ ગ્રુપ માટે સારી વાત છે. કંપનીના વકીલે એક એજન્સીને કહ્યું કે તે આ નાણાંનો ઉપયોગ દેવા ચુકવવામાં કરશે. તેમની ટેલિકોમ ફર્મનું દેવાળીયું થઈ ચુક્યું છે અને હજુ ઘણી કંપનીઓ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે.

શું છે મામલો

રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની એક યુનીટે વર્ષ 2008માં દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના સંચાલન માટે કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો. આ દેશમાં ખાનગી હાથોમાં મળેલો પહેલો રેલવે પ્રોજેક્ટ હતો જેનું વર્ષ 2038 સુધી સંચાલન રિલાયંસ એડીએજીને કરવાનું હતું પરંતુ ફીસ અને અન્ય ચીજોને લઈને વર્ષ 2012માં થયેલા વિવાદ પછી અનિલ અંબાણીની કંપનીએ આ પ્રોજેક્ટનું કામ છોડી દીધું. કંપનીએ કોન્ટ્રાક્ટના કથિત ઉલ્લંઘનના માટે દિલ્હી એરપોર્ટ સામે આર્બિટ્રેશનનો કેસ ફાઈલ કરી દીધો અને ટર્મિનેશન ફીસ આપવાની માગ કરી હતી.