મેરાન્યૂઝ નેટવર્ક.મેક્સિકો સિટીઃ ગુસ્સામાં ભરાયેલા ખેડૂતોએ મેક્સિકોમાં એક સિટી હોલમાં આગચંપી કરી છે. તેમણે મેયરને પીકઅપ વાન સાથે પાછળ બાંધીને શહેરમાં ઢસેડ્યા છે. અધિકારીઓએ બુધવારે કહ્યું કે આ ઘટના મંગળવારે તે વખતની છે જ્યારે ટોજોલાબલ ઈંડીજેનસ કોમ્યૂનિટીના ડઝનબંધ સદયો ચિયાપાસ રાજ્યના લાસ માર્ગારિટાસમાં મહાપૌર કાર્યાલમાં જબરજસ્તી ઘૂસી ગયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે મેયરના કાર્યાલયમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.

નજરે જોનારાઓએ તપાસ કર્તાઓને કહ્યું કે તેમણે મેયર જ્યોર્જ લુઈસ એસ્કાંડનને બાંધી દીધા હતા. તેમને બહાર ધકેલ્યા અને પછી પીકઅપ વાન પાછળ બાંધી દીધા હતા. તેમણે મેયરને રસ્તા પર ઘણા દુર સુધી ઢસેડ્યા હતા. બાદમાં પોલીસ અને સાર્વજનિક કર્મચારીઓએ હસ્તક્ષેપ કરીને જ્યોર્જને તેમની પકડમાંથી છોડાવ્યા હતા. જેને કારણે વગર કોઈ મોટી ઈજાએ મેયર સુરક્ષિત બચી શક્યા હતા. મેયરે હુમલાવરો પર કિડનેપિંગના પ્રયાસનો પણ આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે ત્રણ પીકઅપ ટ્રકમાં ભરીને અંદાજીત 50થી 60 લોકો આવ્યા હતા. તે લાકડી અને ડંડા સાથે ધસી આવ્યા હતા અને તે શહેરના અધિકારીઓના અપહરણ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેમણે ઝઘડો શરૂ કર્યો હતો અને મને લઈ જવા લાગ્યા હતા. તેમણે મારો એક પગ બાંધી દીધો અને મને કાર્યાલયથી રસ્તા સુધી ઢસેડતા લઈ ગયા હતા. ફોક્સ ન્યૂઝ પ્રમાણે આ ટોળું મેયર પર ગુ્સ્સે હતું. મેયર દ્વારા ચૂંટણી પ્રચારમાં રોડનો વાયદો કરવામાં આવ્યો હતો જે પુરો થયો ન હતો જેને કારણે તેઓ ગુસ્સામાં હતા.

રાજ્ય અભિયોજક જ્યોર્જ લુઈસએ કહ્યું કે, હુમલાખોરો પોતાના ગ્રામીણ સમુદાય સાંતા રીટા એલ ઈનવર્નડિરોના માટે રોકડા હસ્તાંતરણ સહિત વધુ સાર્વજનિક સાધનોની માગ કરી રહ્યા હતા. વામપંથી રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૈનુંઅલ લોપેઝ ઓર્બેડોરએ ભ્રષ્ટાચાર રોકવા માટે નૌકરશાહ વચેટિંયાઓને કાપી લાભાર્થીઓને રોકડ ચુકવવાના રુપમાં સાર્વજનિક સહાયતા આપવાની નીતિ રજુ કરી છે. આ મારામારીના મામલામાં 11 લોકોની ધરપકડ થઈ છે અને એક ડઝનથી વધુ ઘાયલ થયા છે.