મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સમગ્ર રાજ્યમાં આંગણવાડી ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવી છે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની જગ્યા માટે ૩૩ વર્ષથી નીચે  વયમર્યાદા નક્કી કરવામાં આવી છે આ બંને જાહેરાતમાં અનામતના  અરજદારો માટે પણ વયમર્યાદા છૂટ હટાવી દેવામાં આવતા અરવલ્લી જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે તમામ વર્ગના અરજદારોએ કાયદાકીય જોગવાઈ અનુસાર ભરતી કરવામાં આવેની માંગ સાથે જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી અને ભરતી પ્રક્રિયામાં રહેલી ત્રુટીઓ દૂર કરવામાં આવેનીની લેખીત રજુઆત કરવામાં આવી હતી ત્યારે વધુ એકવાર આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા આ અંગે ફોર્મ રિજેક્ટ થયેલ ઉમેદવારોએ જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા મંગળવારે રિજેક્ટ થયેલ ઉમેદવારોને સાંભળવા બોલાવતા અધિકારીઓ તેમની મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા છેવટે અધિકારીઓએ તેમની ચેમ્બર છોડી જવા મજબુર બન્યા હતા નાયબ ડીડીઓમી ચેમ્બર બહાર મહિલાઓ અને કૉંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારોના ફૉર્મ રીજેક્ટ થતાં મહિલાઓએ જિલ્લા પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારોનો આક્ષેપ છે કે, આંગણવાડી ભરતીમાં ફૉર્મ ભરનાર મહિલાઓના રીજેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કારણો સ્ટેમ્પમાં વિસંગતતા, પ્રમાણપત્રો અપલોડ કરવાના સહિતના કારણો રજૂ કરાયા હતા... જેને લઇને રીજેક્ટ થયેલા તમામ ઉમેદવારોએ ઑનલાઇન અરજી કરી હતી અને ફૉર્મ રીજેક્ટ થવા અંગે જરૂરી કારણો પૂછ્યા હતા. ઑનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોને આજે એટલે કે, મંગળવારના રોજ અરજીના અનુસંધાને સમાધાન કરવા માટે બોલાવાયા હતા, કેટલાક ઉમેદવારોને જિલ્લા પંચાયતના અધિકારીઓએ ઉમેદવારોની ભૂલ હોવા અંગે કોરા કાગળ પર સહીયો કરાવી લીધીના આક્ષેપ કરાયા હતા.. તો કેટલાક લોકોના પ્રશ્નો સાંભળવામાં ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો અને સભાખંડમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જિલ્લા પંચાયત પહોંચેલા ઉમેદવારોએ આ ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો હતો. હોબાળો વધતા અધિકારીઓ સભાખંડ છોડી ચાલ્યા ગયા હતા... ત્યારે નાયબ ડીડીઓમી ચેમ્બર બહાર મહિલાઓ અને કૉંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી છે....