મેરાન્યૂઝ નેટવર્ક.તિરુપતિ: તિરુમાલામાં શુક્રવાર તારીખ 19 નવેમ્બરે પડેલા ભારે વરસાદને કારણે ભગવાન વેંકટેશ્વર બાલાજી મંદિર પરીસરમાં પાણી ભરાઈ ગયું હતું. બુધવારથી ચાલુ થયેલો વરસાદ હજુ પણ થોભવાનું નામ નથી લેતો, આખુ તિરૂમલા નગર અભૂતપૂર્વ પૂરમાં ગળાડૂબ થઈ ગયું હતું, અત્યારે પરિસર બંધ કરવામાં આવ્યું છે, કારણ કે ટીટીડી (તિરુપતિ તિરુમલા દેવસ્થાન) અધિકારીઓએ તીર્થયાત્રીઓ માટે મફત ભોજન, આવાસની વ્યવસ્થા શરૂ કરી કરી હતી. આ ઉપરાંત આંધ્રમાં થયેલા વરસાદમાં 24 લોકોના મૃત્યુ પામ્યાના પણ અહેવાલ મળી રહ્યા છે. પાણી ભરાઈ જવાને કારણે જનજીવન પર અસર થઈ હતી.

બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદના સામાન્ય જીવનને ખલેલ પહોંચી છે, ગુરુવારથી જ તિરુપતિમાં રસ્તાઓ પાણીમાં ભરાઈ ગયા હતા. નાની નાની નદીઓનો પ્રવાહ પણ રસ્તાઓ પર આવી ગયો છે. કેટલાક રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા છે, પાર્ક કરેલા વાહનો અને મોટી મોટી ઇમારતો ડૂબી ગયા છે, સ્થાનિકો લોકો અને પશુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેટલાક વિસ્તારોમાં ચારે તરફ પાણી પાણી જ છે, પ્રથમવાર જ જોયેલા આવા દ્રશ્યોથી વ્યથિત અને ગભરાયેલા નાગરિકોએ નાગરિક નિગમ અને શહેરી વિકાસ સત્તામંડળ પર આક્ષેપો કર્યા હતા.

શુક્રવારે તો વરસાદે ફૂલ સ્પીડ પકડી લીધી હતી અને બુધવાર ગુરુવારે કરેલી બેટિંગને ટ્રેલર સાબિત કર્યું હતું, તે માત્ર અતિશય વરસાદ જ ન હતો. તબાહી હતી, જેના કારણે અચાનક પૂર આવ્યું. ભયાનક તબાહી હતી મચાવી હતી, ગુરુવારે સવારે 8.30 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી શહેરમાં ચિત્તૂર જિલ્લામાં 35 ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. 100.2 mm વરસાદ નોંધાયો હતો. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને અધિકારીઓને સતર્ક રહેવા અને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતા.

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે પણ સેંકડો યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.
તિરુમાલા હિલ્સ પરના મુખ્ય મંદિરને અડીને આવેલી ચાર 'માડા શેરીઓ', વૈકુંઠમ કતાર સંકુલ (ભોંયરું) વાવની જેમ છલકાઈ ગઈ હતી. ચારે તરફ જળબંબાકારને કારણે યાત્રાળુઓ પરિસર બહાર નીકળી શક્યા ન હતા.
તિરુમાલા પરનું જપાલી અંજનેય સ્વામી મંદિર પાણીમાં ડૂબી ગયું હતું અને ભગવાનની મૂર્તિ ડૂબી ગઈ હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTDP) ના અધિકારીઓએ પવિત્ર ટેકરીઓ પર ફસાયેલા યાત્રાળુઓ માટે મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી હતી.

એક્ઝિક્યૂટિવ ઓફિસર કે એસ જવાહર રેડ્ડીએ પરિસ્થિતિને જોતા ઓફિસ સ્ટાફ માટે શુક્રવારે રજા જાહેર કરી હતી. તિરુમાલા હિલ્સ તરફ જતા બે ઘાટ રસ્તા પૂર અને ભૂસ્ખલનને પગલે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે,
અલીપીરીથી મંદિર તરફ જતી પગપાળા સીડી પણ બંધ કરી દેવામાં આવી હતી.

રાનિગુંટા ખાતેનું તિરુપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે સત્તાવાળાઓને આવતા વિમાનનું લેન્ડિંગ રોકવાની ફરજ પડી હતી. એરપોર્ટ ડાયરેક્ટર એસ સુરેશે જણાવ્યું હતું કે હૈદરાબાદ અને બેંગલુરુથી તિરુપતિમાં લેન્ડ થવાની બે પેસેન્જર ફ્લાઈટને પરત મોકલવામાં આવી હતી.