મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીની સરકારમાં એક-બે નહીં પરંતુ પાંચ ડેપ્યુટી મુખ્યમંત્રી હશે. ભારતના પાંચ ડેપ્યુટી મુખ્યમંત્રી હોય તેવું આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય હશે.

આંધ્ર પ્રદેશમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 175 બેઠકોમાંથી જગનમોહન રેડ્ડીના વાઇએસઆરસીપી પક્ષે 151 બેઠક જીતી હતી. જ્યારે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને માત્ર 23 બેઠક મળી હતી.  

રેડ્ડીના મંત્રિમંડળમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, લઘુમતિ અને કાપૂ સમુદાયના એક-એક ડેપ્યુટી મુખ્યમંત્રી હશે. શનિવાર શપથગ્રહણ સમારંભમાં 25 મંત્રીઓ કાર્યભાર સંભાળશે તેમ પણ જણાવાયુ છે.