મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપના ચરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ હંમેશા તેમના ટ્વિટર એકાઉન્ટ પર રમુજી વિડિઓઝ અને વાર્તાઓ શેર કરે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ એક ફની વીડિયો શેર કર્યો છે જે અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને પણ વિચારવા પર મજબૂર કરી શકે છે.

આનંદ મહિન્દ્રાએ બળદ ગાડીનો વીડિયો શેર કર્યો છે. આ બળદ ગાડીના પાછળના ભાગને જુગાડથી ટેકનોલોજીવાળી કારનો આકાર આપવામાં આવ્યો છે. બે બળદો કારના અડધા ભાગને ખેંચતા નજરે પડે છે.

મહિન્દ્રાએ કહ્યું, ટેસ્લા પણ આવા વાહનો નથી બનાવી શકતા 

આનંદ મહિન્દ્રાએ વીડિયોને ટ્વિટર પર કેપ્શન સાથે શેર કર્યો છે. આ ટ્વિટમાં આનંદ મહિન્દ્રાએ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને પણ ટેગ કર્યા છે. મહિન્દ્રાએ લખ્યું, "મને નથી લાગતું કે ટેસ્લા કાર પણ આ લો મેઈન્ટેનન્સના નવીનીકરણીય અને ઉર્જાસભર કાર સાથે સ્પર્ધા કરી શકે છે. ઉત્સર્જનના સ્તર વિશે તો બિલકુલ નહિ." આનંદ મહિન્દ્રાના આ ટ્વીટ પર પણ લોકોની રમૂજી ટિપ્પણીઓ આવી રહી છે.


 

 

 

 

 

માનવામાં આવે છે કે આનંદ મહિન્દ્રાએ શેર કરેલો આ વીડિયો દક્ષિણ ભારતનો છે. તે રસ્તા પર એક બળદ ગાડું ઉભું છે.  તેના પાછળના ભાગમાં એમ્બેસેડરનો પાછલો ભાગ જોડાયેલ છે. તે ખૂબ જ સારી રીતે સજાવ્યો છે. જે પણ બળદ ગાડીમાં બેસે છે તેને આ એમ્બેસેડર કારના ભાગમાં બેસવું પડે છે.

સોશ્યલ મીડિયા પર લોકોને ખૂબ ગમ્યું
જુગાડનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને 23 ડિસેમ્બરે ટ્વિટર પર શેર કર્યો હતો, જેનો અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. ઉપરાંત, 29 હજારથી વધુ લાઇક્સ અને 4,500 વખત રિટ્વીટ કરવામાં આવ્યા છે. જુગાડમાં ભારતીયો મોખરે છે અને આ વાતથી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સહમત છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અનેક જુગાડ વીડિયો શેર કર્યા છે, જેને સારી રીતે પસંદ કરવામાં આવી હતી.