મેરાન્યૂઝ નેટવર્ક.ગયા: ગયાના લહથુઆ વિસ્તારમાં તેના ખેતરો નજીક એકલા ત્રણ કિલોમીટર લાંબી નહેર બનાવવા વાળા લોંગી ભુઇયાની મહેનત માટે મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા થયા મહેરબાન.

આનંદ મહિન્દ્રાએ લોન્ગી ભુઇયાને વિના મૂલ્યે એક મહિન્દ્રા ટ્રેક્ટર આપ્યું, તેના ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. અગાઉ આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે જો બિહારમાં 3 દાયકામાં 3 કિલોમીટર લાંબી નહેર ખોદનાર ખેડૂત મહિન્દ્રા ટ્રેક્ટરનો ઉપયોગ  કરે છે તો તે સન્માનની વાત હશે. 

ટ્રેક્ટર મળ્યા પછી લોન્ગી ભુઇયા ખૂબ ખુશ દેખાઈ છે , તેમણે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું. મેં તે મેળવવાની કલ્પના ક્યારેય નહોતી કરી.


 

 

 

 

 

આપને જણાવી દઈએ કે ટ્વિટર પર રોહિન કુમાર નામના યુઝરે આનંદ મહિન્દ્રાને ટેગ કરતા એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, ગયા કે લોન્ગી માંઝીએ તેમના જીવનના 30 વર્ષ નહેર ખોદવા માટે વિતાવ્યા હતા. તેમને હજી પણ કંઈ જ જોઈતું નથી. તેમણે કહ્યું છે કે જો તેને ટ્રેક્ટર મળે તો તે ખૂબ મદદ થઇ જશે. આ ટ્વિટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, તેમને ટ્રેક્ટર આપવું મારુ સૌભાગ્ય.

યુઝરના ટ્વીટનો જવાબ આપતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, 'જેમ તમે જાણો છો, મેં ટ્વીટ કર્યું હતું કે મને લાગે છે કે તેમની નહેર તાજમહેલ અથવા પિરામિડ જેટલી પ્રભાવશાળી છે. તે અમારા માટે ગર્વની વાત છે કે તેઓ અમારું ટ્રેક્ટર વાપરશે.' તેમણે એક ટ્વિટમાં યુઝરને પૂછ્યું કે તેમની ટીમ લોન્ગી માંઝી સુધી કેવી રીતે પહોંચી શકે.