મેરાન્યૂઝ નેટવર્ક.આણંદઃ સામાન્ય રીતે દેશી દારુ મીલાવટ વાળો અને નકલી મળ્યાનાં સમાચાર સામે આવતા હોય છે. પરંતુ આણંદમાં પોલીસે મોટી સંખ્યામાં દેશી બનાવટનો નકલી અંગ્રેજી દારુ બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતા મોટી સંખ્યામાં લોકો દરુનુ સેવન કરે છે. દારુની આ માગનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો આવી રીતે ભેળસેળ વાળો દારુ વેચીને લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરે છે.

અત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટના અમલીકરણ માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતરગત આણંદ પોલીસ દ્વારા આણંદ ડીવીઝનનાં તમામ બુટલેગર પર સતત વોચ રાખવામાં આવી રહી હતી તે દરમીયાન પોલીસ કોન્સટેબલ પ્રકાસસિંહ અને વિજયસિંહને બાતમી મળી હતી કે પાલીયા વિસેતારમાં રહેતો કનુભાઈ તળપદા નામનો એક વ્યક્તિ સ્પીરીટ, કલર, એસેન્સ અને પાણી ભેળવીને નકલી દારુ બનાવે છે. ત્યાર બાદ આ નકલી દારુને જુની અથવા નવી દારુની બોટલમાં ભરીને બોટલ પર કંપની શીલની જેવું જ ઢાંકણુ લગાડીને વેચે છે.

Advertisement


 

 

 

 

 

બાતમીના આધારે આણંદ ડીવીઝનના ડીવાયેસપી બી.ડી.જાડેજાના માર્ગદર્શન નીચે આણંદ પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરી હતી. રેડ દરમીયાન પોલીસએ 25 લીટર સ્પીરીટ, 200 અને 500 એમએલ એસેન્સ ભરેલી 2 બોટલ, મેકડોવેલની 327 ખાલી બોટલ, 425 મેકડોવેલના માર્કા વાળા ઢાંકણા, ઈમ્પીરીયલ બ્લુની 33 ખાલી બોટલ, 545 ઈમ્પીરીયલ બ્લુના માર્કા વાળા ઢાંકણા અને 500 લીટરની પાણીની ટાંકી એમ કુલ 2940 રુપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્યારે આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીના રીમાન્ડ માગીને આગળની પુછપરછ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.