પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.કચ્છ) : કોરાનાની સ્થિતિમાં ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીએ પ્રમાણમાં ખુબ સારી કામગીરી કરી પરંતુ કેટલાંક પોલીસ અધિકારીઓ પોતાની ખાખીની તુમાખીમાંથી બહાર આવતા નથી જેના કારણે જેઓ ણસારૂ કામ કરે છે તેવા પોલીસ અધિકારીઓના કામ ઉપર પાણી ફરી વળે છે આવી જ ઘટના પશ્ચીમ કચ્છમાં ઘટી છે, જેના કારણે પશ્ચીમ કચ્છના મદદનીશ કલેકટરે ખુદ એસપીને આ બનાવની જાણ કરી લોકો સાથે દુર વ્યવહાર કરનાર પોલીસ ઈન્સપેકટર સામે શીક્ષાત્મક  કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

કચ્છના મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનિષ ગુરવાનીએ પાઠવલા પત્રમાં જણાવ્યુ છે કે પોલીસ ખુબ સારી કામગીરી કરે છે પરંતુ ભુજ એ ડીવીઝનના પોલીસ ઈન્સપેકટર એમ આર બારોટ લોકો સાથે અવારનવાર ખરાબ વ્યવહાર કરી રહ્યા છે જેના કારણે સારુ કામ કરતા પોલીસ અધિકારીના કામ ઉપર પાણી ફરી વળે છે.મનિષ ગુરવાનીએ પત્રમાં કેટલીક ઘટનાઓને ઉલ્લેખ પણ કરતા જણાવ્યુ છે સરકારી કામ કરતા અધિકારીઓ સાથે પણ ઈન્સપેકટર દુર વ્યવહાર કરે છે, તેમની સામે ગુનો નોંધવાની ધમકી પણ આપી ચુકયા છે. જે કર્મચારી ફરજ ઉપર હોય અને તેમની પાસે પાસ હોવા છતાં તેમને પરેશાન કરી તેમના વાહન ડીટેઈન કરે છે.

ઈન્સપેકટર બારોટના વ્યવહારને કારણે ગુજરાત પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઈ છે,આ પ્રકારની અનુશાસનહિનતા કરનાર પોલીસ અધિકારી સામે ઉદાહરણ રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માગણી છે, અત્રે ઉલ્લેખનિય છે અગાઉ બારોટ ખેડામાં ફરજ બજાવતા હતા ત્યારે છેડતી કેસમાં ખોટા આરોપી રજુ કરવાનો આરોપ પણ તેમની સામે થયો હતો પણ રાજકિય વગને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ ન્હોતી હવે ખુદ આઈએએસ અધિકારીએ તેમની સામે ફરિયાદ કરી છે.