મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: આખલો સિંહ પાછળ દોડતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એક વાછરડાને બચાવવા માટે આખલો જીવ જોખમમાં મુકીને દોડતો હોવાનું જણાઈ રહ્યું છે. આ અનોખો વીડિયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સિંહ, વાછરડા સહિત આખલા વચ્ચે સર્જાયેલા આ ફિલ્મી દ્રશ્યોનો વીડિયો હાલ ભારે વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહ એક વાછરડાને મોઢામાં પકડીને તેને ઉપાડી જાય છે. દરમિયાન વાછરડાને બચાવવા માટે આખલો સિંહની પાછળ દોટ લગાવી રહ્યો છે. આમ વાછરડાને બચાવવા આખલો જીવ સટોસટની બાજી લગાવી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.