મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: અમરેલીના બે પરિવારોની દિવાળી અચાનક અશુભ પ્રસંગમાં ફરી વળી હતી જ્યારે તેમના પરિવારના જુવાન જોધ સ્વજનનું અકાળે અવસાન થયું. એક અકસ્માતે જાણે બંને પરિવારની ખુશીઓ જ છીનવી લીધી તેવો માહોલ સર્જાયો છે.

રાજુલા સાવરકુંડલા રોડ પરની નચિકેતા સ્કૂલ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક વૃક્ષમાં ઘૂસી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બંને યુવાનો માંડરડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. આજે દિવાળીના દિવસે બંને યુવાનોના કમકમાટીભર્યા મોત થતા બંનેના પરિવાર સહિત ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો.