મેરાન્યૂઝ નેટવર્ક, ખાંભા: ગુજરાત પરિવહન નિગમની આમ તો 'સલામત સવારી એસટી અમારી' નાં સૂત્ર સાથે કામ કરે છે. પરંતુ તેનાથી ઉલટી આજે બગદાણા-બગસરા રૂટની બસ નંબર GJ 18 Z 0674 નાં ચાલકે બસ ગફલતભરી રીતે હંકારતા મુસાફરો ભરેલી બસ પુલ પરથી લપટી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બગાદાણા-બગસરા રૂટની આ બસ ચાલકની ભૂલના કારણે ખાંભાના જીવાપર કાતર ગામને જોડાતા પુલ પરથી લટકી હતી. આ બનાવમાં સાત મુસાફરોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બસનો ચાલક નશાની હાલતમાં હોવાની મુસાફરોએ વાત કરી હતી. બસમાં 30 જેટલા મુસાફરો હતા જેમના જીવ સદનસિબે બચી ગયા હતા. આ બસના ચાલકનું નામ ભગુભાઇ ડી. બસિયા હોવાનું જાણવા મળ્યું છે.