કિંજલ જોષી (મેરાન્યૂઝ.અમરેલી): અમરેલીના સાવરકુંડલા ખાતેની તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આજરોજ વિશ્વમાં રામનામને વ્યાસપીઠના માધ્યમથી ગુંજતું કરનાર સંત મોરારિબાપુએ કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મોરારિબાપુએ આ દ્વારા રામ ધર્મ સાથે નાગરિકધર્મનું વહન કરતા વેકસીન લેવાનું આહવાન કર્યું હતું. 

આ સાથે ઉલ્લેખનીય છે કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અમરેલીના સાવરકુંડલામાં આવેલી એક નિઃશુલ્ક હોસ્પિટલ છે. આ હોસ્પિટલ પ્રત્યે બાપુને સદભાવ રહ્યો છે અને આ હોસ્પિટલના સેવાર્થે વર્ષ 2018માં બાપુએ રામકથાનું ગાન પણ કર્યું હતું.