મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ ગુજરાતમાં કડક કાયદાઓ અમલમાં લાવ્યા, ખુદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુંડાઓ કાં ગુડાગીરી છોડી દો કાં ગુજરાત છોડી દો... ગુંડાગીરી કરનારાઓની કમર તોડવાની હતી ત્યાં ગુજરાતમાં ગુંડારાજ ચાલતું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. અમરેલીમાં જ્યાં કડક અને નોનકરપ્ટ ઈમેજ ધરાવતા એસપી નિર્લિપ્ત રાય લોકોની સુરક્ષામાં મોટી પોલીસ ફોજ લઈને તૈનાત છે ત્યાં એક ધંધાદારી વ્યક્તિને ફોન કરીને પ્રોટેક્શન મની (ખંડણી) માગવામાં આવ્યા હોવાનો એક ઓડિયો વાયરલ થયો છે.

અમરેલીના એક ગુંડાતત્વએ પેટ્રોલ પંપના માલિકને ફોન પર ધમકી આપી છે. વાયરલ ઓડિયોમાં તે પોતાનું નામ છત્રપાલ વાળા કહે છે અને તે જેને ધમકાવે છે તે છે પેટ્રોલ પંપ સંચાલક હિતેષ ભાઈ, ગુંડો તેમને કહે છે કે જ્યાં એસપી નિર્લિપ્ત રાય જેવા અધિકારી હોય અને છત્તાં ફોન પર કોઈ ધમકાવે તો સમજવુ કે તે બાપ જ હોય.

Advertisement


 

 

 

 

 

 

ગુંડો કહે છે કે, હું અમરેલીનો બાપ બોલું છું. તારે 10 લાખ રૂપિયા આપવા છે કે નિર્લિપ્ત રાય પાસે જવું છે. શું આખી જીંદગી નિર્લિપ્ત રાય સાથે રહેશે. હું પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીશ. પેટ્રોલ પંપ પર જતી વખતે ધ્યાન રાખજે. આખી જીંદગી નિર્લિપ્ત રાય અમરેલીમાં રહેવાના નથી. સુરક્ષા જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી દેજે.