મેરાન્યૂઝ નેટવર્ક. અમરેલી : તાજેતરમાં ધારી ગીર પૂર્વમાં 23 સિંહોના મોત થયાની ઘટના સામે આવી હતી. ત્યારે હાલ એકસાથે 15 કરતા વધુ સિંહોનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ગીરના જંગલમાં ચોતરફ ડાલામથ્થા જોવા મળી રહ્યા છે. જંગલની ધાર પર આવી ચઢેલા આ મોટા ગ્રુપમાં સિંહ અને સિંહણ ઉપરાંત સિંહબાળ સહિત 15 સિંહોનો વિશાળ પરિવાર કેમેરામાં કેદ થયો છે. 

વાયરલ થયેલો આ વીડિયો ધારી પંથકનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહોનું આ ટોળું વાડી વિસ્તારમાં આરામ ફરમાવી રહ્યું છે. અને આ પૈકીના તમામ સિંહો એકદમ તંદુરસ્ત હોવાનું પણ આ વીડિયો જોતા લાગી રહ્યું છે. ત્યારે ધારી પંથકમાં સિંહોના ટોળાનો વીડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

અમને Facebook અને Twitter પર ફોલો કરો.