મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: ચૂંટણી દરમિયાન આચારસંહિત્તાને લઈને અમરેલી પોલીસે કડક પગલા લેતાં ૧૫ કોંગ્રેસના કાર્યકરો જેમાં શહેર પ્રમુખનો પણ સમાવેશ થાય છે. તે તમામને ઝડપી પાડ્યા છે. આ લોકો ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા વિરુદ્ધની નામ સરનામા વગરની પત્રિકાઓ ફેરવી રહ્યા હતા. જે અંતર્ગત પોલીસે તેમને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લોકસભાના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની વહેતી થયેલી પત્રિકા મામલે પોલીસે સ્ટેશનમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર સહિત 15 કોંગ્રેસના કાર્યકરો પત્રિકા વહેંચતા ઝડપી પાડ્યા હતા જેમની સામેની આ ફરિયાદ હતી. જે મામલે આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. 15 કાર્યકર્તાઓમાંથી 3 કાર્યકરો નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. આચારસંહિતા ભંગ થતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી સિટી પોલીસ મથકે પહોચ્યાં હતા અને આચારસંહિતા ભંગ બદલ અમરેલી ASP પ્રેમસુખ ડેલુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોલીસે 15 કોંગી કાર્યકરોની અટકાયત કરી 6 વાહન અને 37 હજાર 900 રૂપિયાની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.