મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બચ્ચન પરિવારના ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પછી એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ અમિતાભ, અભિષેક સાથે સાથે એશ્વર્યા અને આરાધ્યા માટે પણ પ્રાથના કરી રહ્યા છે. સોશિયલ મીિડિયા ફેન્સ પોસ્ટ કરી રહ્યા છે પુરા બચ્ચન પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.