મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડના શહેન્શાહ અમિતાભ બચ્ચને હાલમાં જ કોન બનેગા કરોડપતિ સેટ પર પોતાની સંપત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. સોની ટીવી પર પ્રસારિત આ રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ 11માં શુક્રવારે કર્મવીર સ્પેશ્યલ એપિસોડમાં સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલ હોટસીટ પર આવી હતી. સિંધુતાઈ એક અનાથ આશ્રમ ચલાવે છે જેમાં અત્યાર સુધી 1200 બાળકોને શરણ મળી ચુકી છે. અમિતાભ સિંધુતાઈને પુછે છે કે આપના આશ્રમમાં દીકરીઓ વધુ છે કે દિકરા.

તેનો જવાબ આપતા સિંધુતાઈ કહે છે કે, દીકરીઓ વધુ છે, હું પહેલા દીકરી લઉંછું, તેમની સુરક્ષા વધુ જરૂરી હોય છે. અમિતાભ એક નાની બાળકીના અંગે તાઈને પુછે છે જેને કેટલાક લોકો છોડીને જતા રહ્યા હતા. તે જવાબમાં સિંધુતાઈની દીકરી મમતા કહે છે કે, રાત્રે કોલ આવ્યો હતો કે તાઈ એક દીકરી થઈ છે તમે રાખી શકશો કે કેમ, નહીં તો અમે કાંઈક બીજું વિચારીએ. તો તાઈએ તેને રાખી લીધી. મમતાએ કહ્યું કે જ્યારે તેમને બાળકી મળી ત્યારે તેની હાલત એટલી ખરાબ હતી કે તેને 10 દિવસો સુધી આઈસીયુમાં રાખવી પડી હતી. આ વાત સાંભળીને અમિતાભ પણ ભાવુક થઈ જાય છે.

અમિતાભ કહે છે કે અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યો છું કે જ્યારે પણ હું મરી જઈશ તો જે કાંઈ મારું છે, જે કાંઈ પણ થોડુ ઘણું મારી પાસે છે તે અમારી સંતાન છે એક દિકકરો અને એક દીકરીને અડધું અડધું કરી દઈશું, બંનેને બરાબર મળશે, ચાહે જે પણ હોય.

અમિતાભ બચ્ચન પાસે લગભગ 460 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ વાતનો ખુલાસો જયા બચ્ચના ચૂંટણી ઉમેદવારી પત્રથી થાય છે.