મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં હરિયાણા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે ભાજપનું પ્રદર્શન આશા કરતાં ઓછું રહ્યું છે. ખાસ કરીને હરિયાણામાં 70ને પાર જવાની વાત કરતી ભાજપને 40 સીટોથી જ સંતોષ કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી હોય કે હોય રાજ્યોની ચૂંટણી, ભાજપ માટે ચાણક્યની ભૂમિકા અમિત શાહે ભજવી છે. જોકે આ વખતે બે જવાબદારીઓને કારણે તે પહેલાની જેમ સક્રિય થઈ શક્યા નથી અને ભાજપને નુકસાન ભોગવવું પડ્યું.

પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીના પ્રચારના સમયે ભાજપ અધ્યક્ષ અમિત શાહ નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે સતત સંપર્કમાં રહેતા હતા. ગૃહમંત્રીનો પદભાર સંભાળ્યા પછી પાર્ટીના માટે તેમની પાસે રહેલા સમયમાં ભાગ પડી ગયો છે અને તેનાથી ભાજપના સંગઠનમાં પણ બદલાવ આવ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ગૃહમંત્રી અમિત શાહ આટલા વ્યસ્ત છે કે તેમને પાર્ટીના માટે પહેલા જેટલો સમય નથી મળી રહ્યો અને તે કારણે ભાજપને પહેલા જેવી સફળતા નથી મળી?

એવું મનાાઈ રહ્યું છે કે, અમિત શાહ ઉમેદવારોનું સિલેક્શન એવી રીતે કરતાં હતા કે તેમને હરાવવા મુશ્કેલ હોતા હતા પરંતુ આ વખતે ઉમેદવારોના મામલે પણ હરિયાણામાં ભાજપને નિરાશા હાથ લાગી ચે. ભાજપના કેટલાક બળવાખોરોની સફળતા સાબિત કરે છે કે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પણ ભારે પડ્યા છે. પોતાના જ નેતાઓને સંતુષ્ઠ ન કરી શકવાનો મતલબ એ પણ છે કે ત્યાં ભાજપના નેતૃત્વ જમીની હકિકતને સમજવામાં સફળ થયા નથી.

ભાજપના નેતાઓને અમિત શાહની તે વાત જરૂર યાદ આવી હશે જ્યારે મીટીંગ બોલાવ્યા કરતાં હતા અને અડધી રાત્રે બેઠકો ચાલતી હતી. તે ફક્ત નેતાઓથી સંપર્ક કરતાં ન હતા પણ વોટર્સ સાથે પણ મુલાકાત કરીને મુદ્દાઓની જાણકારી મેળવતા હતા. હવે ભાજપના અંદર પણ નવા ભાજપ અધ્યક્ષની માગ છે અને બની શકે છે કે ઝારખંડ અને દિલ્હીની ચૂંટણીઓથી પહેલા જાન્યુઆરી સુધી તેનો નિર્ણય કરી દેવામાં આવે. અમિત શાહએ પણ સંકેત આપ્યા છે કે જેપી નડ્ડા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળશે. (Source-NBT)