મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે ફાયરિંગ પર અફસોસ વર્ણવતા કહ્યું હતું કે ખોટી ઓળખને કારણે આ ઘટના બની છે. તેમણે કહ્યું કે મામલામાં ઉચ્ચસ્તરિય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થાને અકબંધ રાખવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે નાગાલેન્ડની ઘટનાની વિસ્તૃત તપાસના માટે એક ખાસ તપાસ દળ (એસઆઈટી)નું સર્જન કરવામાં આવ્યું છે જેને એક મહિનાની અંદર તપાસ કરવાનું કહેવાયું છે. તે પહેલા સંસદમાં વિપક્ષે આ મામલાને ઉઠાવતા તપાસ અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની માગ કરી હતી. પીએમ મોદીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી. ગૃહમંત્રીએ લકસભામાં કહ્યું કે 14 નાગરિકોની મોત પર કેન્દ્ર સરકારને અફસોસ છે. તેમણે નિવેદનમાં કહ્યું કે ગૃહમંત્રી શાહે ફક્ત વીકેંડ પર થયેલી ઘટનાઓનો જ ઉલ્લેખ કર્યો છે. વિરોધમાં વિપશ્રી સાંસદ (તૃણમૂલ કોંગ્રેસને બાદ કરતાં) સદનથી વોકઆઉટ કરી ગયા હતા.

Advertisement


 

 

 

 

 

આજે લોકસભામાં કોંગ્રેસના મનીષ તિવારીએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી અને હાઈકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી હતી. તિવારીની પોતાની પાર્ટીના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે કેવી રીતે નિઃશસ્ત્ર લોકોને આખરે સશસ્ત્ર બળવાખોર તરીકે લઈ જવામાં આવ્યા. નોંધનીય છે કે શનિવારે સાંજે મોન જિલ્લામાં નાગરિકો પર થયેલા ગોળીબારના સંદર્ભમાં, નાગાલેન્ડ પોલીસે ભારતીય સેનાની 21 પેરા સ્પેશિયલ ફોર્સ ટુકડીની સ્વતઃ સંજ્ઞાન લઈને એફઆઈઆર નોંધી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 14 ગ્રામજનો માર્યા ગયા છે. આ ઘટના બાદ ગ્રામીણો સાથેની અથડામણમાં સેનાના એક જવાનનું પણ મોત થયું છે. એફઆઈઆરમાં નાગાલેન્ડ પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેરા સ્પેશિયલ ફોર્સે સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી, ન તો કોઈ પોલીસ ગાઈડ લીધી હતી, તેથી જ સેના કહે છે કે તે 'ખોટી ઓળખ' હતી. એફઆઈઆરમાં પોલીસે જણાવ્યું છે કે "સુરક્ષા દળોનો ઈરાદો નાગરિકોને મારવા અને ઈજા પહોંચાડવાનો હતો".

મ્યાનમારની સરહદે આવેલો નાગાલેન્ડનો MON જિલ્લો AFSPA એક્ટ હેઠળ છે, તેથી જ્યાં સુધી કેન્દ્ર સરકાર પરવાનગી ન આપે ત્યાં સુધી સેના પર કાર્યવાહી થઈ શકે નહીં. આર્મી સ્પેશિયલ ફોર્સ સામે હત્યાના આરોપો દાખલ કરવામાં આવ્યા છે.