કોલકાતા: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે NCR મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે કોઇપણ હિન્દુ અને ખ્રિસ્તી શરણાર્થીને ભારત છોડવા મજબૂર કરવામાં નહીં આવે. જે હિન્દુ શરણાર્થી દેશમાં આવ્યા છે તેમને ભારતનું નાગરિત્વ આપવામાં આવશે. પરતું સાથે જ કોઇપણ ઘુસણખોરોને ભારતમાં રહેવા નહીં દઇએ.

અમિત શાહે NRC અને કલમ ૩૭૦ મુ્દ્દે કહ્યુ કે, બંગાળની જનતાને આ મુદ્દાઓ પર ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. હું બંગાળની જનતાને સત્યથી વાકેફ કરવા આવ્યો છું. બધા હિન્દુઓને ભારતનું નાગરિત્વ આપવામાં આવશે. મોદી સરકાર ટૂંક સમયમાં જ સિટિઝનશિપ અમેન્ડન્ટ બિલ લાવશે. ત્યાર બાદ મારા જેટલા જ અધિકાર બધા શરણાર્થીઓને મળી જશે. એક પણ ઘુસણખોરને દેશમાં રહેવા નહીં દઇએ. એક-એક શરણાર્થીને વડાપ્રધાન બનવાનો અધિકાર ભાજપની સરકાર આપવાની છે.

અમિત શાહે કહ્યુ હતું કે કલમ ૩૭૦ હટાવી વડાપ્રધાન મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે. બંગાળના સપૂત મુખર્જીએ કાશ્મીરની ધરતી પરથી નારો આપ્યો હતો કે એક દેશમાં બે પ્રધાન, બે નિશાન નહીં રહેવા દઇએ. તેમણે એક નિશાન, એક વિધાન અને એક પ્રધાનનો નારો આપ્યો હતો.

શાહે ઉમેર્યુ હતુ કે ગત લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપને ૧૮ બેઠકો મળી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં બંગાળમાં નિશ્ચિત રીતે ભાજપની સરકાર બનશે.