મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભારતના ગૃહ મંત્રી અમિત શાહને કોરોના પોઝિટિવ હોવાની અગાઉ ઘણી અફવાઓ ઉડી હતી પરંતુ તે વખત વાત ખરેખર સાચી ન હતી. હવે ખુદ અમિત શાહે જ સોશિયલ મીડિયા પર મેસેજ મુકીને પોતાને કોરોના હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે આ અંગે ટ્વીટર પર ટ્વીટ કરતાં જ લોકોના રિટ્વીટ અને કમેન્ટ્સ શરૂ થઈ ગયા હતા. તેમણે પોતાની સાથે સંપર્કમાં આવેલાઓની પણ ચિંતા આ ટ્વીટ માં વ્યક્ત કરી હતી.

અમિત શાહે લખ્યું છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે પરંતુ તબીબોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યો છું. મારો અનુરોધ છે કે આપમાંથી જે પણ લોકો ગત કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવ્યા છો, કૃપા કરીને પોતાને આસોલેટ કરીને પોતાનો ટેસ્ટ કરાવી લો.

આ ટ્વીટ થતાંની સાથે જ લોકોએ તેના પર પોતાના મંતવ્યો વ્યક્ત કરવાના શરૂ કરી દીધા હતા, ઘણાએ તેમની તબીયતની ચિંતા વ્યક્ત કરી હતી તો ઘણાએ આ સમયે પણ તેમની સામે ઝેર ઓક્યું હતું. જુઓ અહીં ટ્વીટ દર્શાવ્યું છે...