મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના ટ્વીટ કરવામાં આવ્યા છે. ઘણાએ પાછળથી ડીલીટ પણ કર્યા પરંતુ ગૃહમંત્રાલયએ હજુ ટેસ્ટ કરાયો ન હોવાનું ઉલ્લેખ્યું છે. આ પ્રકારની વાત ફેલાવવામાં સૌથી પહેલુ નામ દિલ્હી ભાજપના સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનું આવ્યું છે. મનોજ તિવારીએ ટ્વીટ કર્યું હતું કે અમિત શાહનો કોવીડ 19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ અંગે ગૃહમંત્રાલયએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહી દીધું કે, ફક્ત ગૃહમંત્રાલય કે ખુદ ગૃહમંત્રી અમિત શાહના ટ્વીટર એકાઉન્ટ કે પછી જે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલે છે તે હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનને જ સત્યમ માનવામાં આવે

તેમની તબીયત સારી હતી પરંતુ છતાં તેમને તકેદારીને ભાગ રૂપે તથા કોરોનાની સ્થિતને પગલે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં એઈમ્સની ટીમ તેમની દેખરેખ કરતી હતી. હોસ્પિટલથી તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યા હતા.

ગૃહમંત્રી શાહે પોતે ટ્વીટ કરીને પોતાને કોરોના સંક્રમણ હોવા અંગેની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, શરૂઆતના લક્ષણ દેખાયા બાદ ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે અન્ય લોકોને અપીલ કરી હતી જે તેમના સંપર્કમાં આવ્યા હતા તે પોતાને ક્વોરંટાઈન કરી લે અને તપાસ કરાવે. તે પછી પીયુશ ગોયેલએ પણ પોતાને ક્વોરંટાઈન કરી લીધા હતા. તે આખરી વખતે વડાપ્રધાન મોદી સાથે કેબિનેટની બેઠકમાં શામેલ થયા હતા. જોકે સોશિયલ ડિસટન્સિંગની સંપૂર્ણ તકેદારી રખાઈ હતી.